Pavan Express News

Pavan Vege Prasarta Samachar

રાધનપુર ૧૦૮ ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી

રાધનપુર ૧૦૮ ની ટીમે એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવી

ગુજરાત સરકાર દ્વારા ચાલતી નિઃશુલ્ક સેવા એટલે ૧૦૮ જેને અણમોલ જિંદગીઓ બચાવી છે.

આજરોજ રધનપુર ૧૦૮ ની ટીમને રંગપુર પ્રસુતિ પીડા નો કોલ મળ્યો હતો કોલ મળતાની સાથે જ રાધનપુર ૧૦૮ ના તાલીમબદ્ધ EMT હિતેશ પરમાર તથા પાઈલોટ અમજદ ખાન તાત્કાલિક ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા હતા.૧૦૮ ના EMT એ દર્દી ની ટેલીફોનીક માહિતી લેતા જાણવા મળ્યું હતું કે દર્દી ને પ્રસુતિ નો અસહ્ય દુખાવો થાય છે અને ત્યાર પછી દર્દીને ૧૦૮ એમ્બ્યુલન્સમાં લીધા બાદ ૧૦૮ ના તાલીમબદ્ધ EMT એ દર્દીને તપાસતા માલૂમ પડ્યું કે દર્દીને અસહ્ય દુખાવો છે અને પ્રસુતિ કરાવવી પડે તેવી છે એક ક્ષણ નો પણ વિલંબ કર્યા વગર હેડ ઓફિસ સ્થગિત ડોક્ટર શ્રી ક્રુશના મેડમ ની સૂચના મુજબ તથા ૧૦૮ ના પાયલોટ ની મદદ વડે તથા એમ્બ્યુલન્સમાં રહેલા જરૂરી સાધનો વડે સફળ પ્રસુતિ કરાવી બાળક નો જન્મ થયો હતો અને માતા અને બાળક નો જીવ બચી જતા તેમના પરિવારજનોએ ૧૦૮ ની સમગ્ર ટીમનો આભાર વ્યક્ત કર્યો હતો


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading