વરવાડિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીના ચેરમેન તરીકે મફાજી ચૌહાણની સતત ત્રીજી ટર્મ માટે પુનઃ વરણી
વાઈસ ચેરમેન તરીકે સુરાજી એ. ચૌહાણની બિનહરીફ વરણી
વડગામ, બનાસકાંઠા :
વરવાડિયા દૂધ ઉત્પાદક સહકારી મંડળીની વાર્ષિક સાધારણ સભા અગ્રણી મૂળરાજસિંહ વિ. સોલંકીની અધ્યક્ષતામાં યોજાઈ હતી. વાર્ષિક અંદાજે રૂ. 8.50 કરોડનું ટર્નઓવર ધરાવતી મંડળીની આ મહત્વપૂર્ણ બેઠકમાં વર્તમાન ચેરમેન મફાજી ડી. ચૌહાણની સતત ત્રીજી ટર્મ માટે પુનઃ વરણી કરવામાં આવી હતી. જ્યારે વાઈસ ચેરમેન તરીકે સુરાજી એ. ચૌહાણની બિનહરીફ વરણી કરવામાં આવી હતી.
સભાના પ્રારંભે મંડળીના મંત્રી ગોવિંદપુરી એસ. ગોસ્વામી દ્વારા સ્વાગત પ્રવચન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ગત વર્ષની હિસાબી વિગતો તેમજ કાર્યવાહીની નોંધ (પ્રોસિડીંગ) સભા સમક્ષ રજૂ કરવામાં આવી હતી, જેને સભાસદોએ સર્વાનુમતે મંજૂરી આપી હતી.
આ પ્રસંગે સભાને સંબોધતા ગુજરાત રાજ્ય તલાટી મંડળના પૂર્વ પદાધિકારી, શિક્ષણના હિમાયતી અને સામાજિક અગ્રણી મૂળરાજસિંહ વિ. સોલંકીએ જણાવ્યું હતું કે, બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં પશુપાલન ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ થઈ છે. તેમના માર્ગદર્શનથી દૂધ ઉત્પાદનમાં વધારો થયો છે તેમજ ખેડૂતો અને પશુપાલકોના હિતાર્થે બૃહદ બનાસકાંઠા કો-ઓપરેટિવ સહકારી મંડળીની સ્થાપના સહિતની કામગીરી કરવામાં આવી છે.
બેઠક દરમિયાન મૂળરાજસિંહ વિ. સોલંકીએ નવનિયુક્ત ચેરમેન મફાજી ડી. ચૌહાણ અને વાઈસ ચેરમેન સુરાજી એ. ચૌહાણનું સ્વાગત કરી સન્માન કર્યું હતું. વરવાડિયા ગામના પશુપાલકો અને સભાસદો દ્વારા બંને હોદ્દેદારોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
વાર્ષિક સાધારણ સભામાં મંડળીના સંચાલક મંડળના સભ્યો, સભાસદો તથા મોટી સંખ્યામાં ખેડૂતો અને પશુપાલકો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ
પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
મો. 9998579515



Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
