સેવા પરમો ધર્મ: વડગામના નિવૃત્ત TDO બાબુભાઈ રાજગોર પરિવાર દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પ

સેવા પરમો ધર્મ: વડગામના નિવૃત્ત TDO બાબુભાઈ રાજગોર પરિવાર દ્વારા અંબાજી પદયાત્રીઓ માટે ભવ્ય સેવા કેમ્પ
વડગામ | તસ્વીર અહેવાલ : પુષ્કર ગોસ્વામી
માદરે વતન વડગામના વતની અને ગુજરાત સરકારના પંચાયત વિભાગના નિવૃત્ત તાલુકા વિકાસ અધિકારી શ્રી બાબુભાઈ ગૌરીશંકર રાજગોર તથા તેમના પરિવાર દ્વારા દર વર્ષની પરંપરા જાળવી રાખી આ વર્ષે પણ અંબાજી જતા માઈભક્તો અને પદયાત્રીઓની સેવા માટે ભવ્ય પદયાત્રી સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સેવા કેમ્પમાં અંબાજી તરફ પદયાત્રા કરી જતા માઈભક્તો માટે વિશ્રામ માટેની વ્યવસ્થા, ગરમા-ગરમ ચા-કોફી, શુદ્ધ ભોજન-પ્રસાદી સહિતની વિવિધ પ્રાથમિક સુવિધાઓ વિનામૂલ્યે ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.
સેવા માટે પેન્શનની રકમનો પણ ઉપયોગ
‘સેવા પરમો ધર્મ’ના મંત્રને સાર્થક કરતા બાબુભાઈ રાજગોર અને તેમનો પરિવાર છેલ્લા ઘણા વર્ષોથી સામાજિક, ધાર્મિક અને શૈક્ષણિક ક્ષેત્રે વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓમાં સક્રિય રીતે જોડાયેલા છે.
ખાસ કરીને બાબુભાઈ રાજગોર પોતાની અંગત આવક તેમજ પેન્શનની રકમનો ઉપયોગ પણ સેવાકીય કાર્યો માટે કરતા હોવાનું જણાવાયું છે. તેમના આ સેવાભાવથી અનેક જરૂરિયાતમંદ લોકોને મદદ મળી રહી છે.
શૈક્ષણિક વિકાસથી જીવદયા સુધી સેવાકાર્યો
વડગામ તાલુકા ઉપરાંત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં શૈક્ષણિક વિકાસના કાર્યો, શિક્ષિત બેરોજગાર યુવાનોને રોજગારીની તકો ઉપલબ્ધ કરાવવાના પ્રયાસો તેમજ અવિરત જીવદયા પ્રવૃત્તિઓ સહિતના વિવિધ સેવાકીય કાર્યો બાબુભાઈ રાજગોર પરિવાર દ્વારા કરવામાં આવી રહ્યા છે.
અંબાજી જતા પદયાત્રીઓ માટે યોજાયેલ આ સેવા કેમ્પમાં પણ પરિવાર દ્વારા શ્રદ્ધાળુઓની સેવા અને સુવિધાને પ્રાથમિકતા આપવામાં આવી છે. બાબુભાઈ રાજગોર પરિવારની આ નિઃસ્વાર્થ સેવાભાવનાથી પ્રેરાઈને અન્ય લોકો પણ સેવાકાર્યો તરફ આગળ આવી રહ્યા છે.
 પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
મો. 9998579515


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading