માનવ સેવા એ જ માધવ સેવા: એક જ દિવસે ત્રણ સ્થળે ભોજન સેવા અને દિવ્યાંગ બાળકોને સહાય

માનવ સેવા એ જ માધવ સેવા: એક જ દિવસે ત્રણ સ્થળે ભોજન સેવા અને દિવ્યાંગ બાળકોને સહાય

જીવદયા ફાઉન્ડેશન દ્વારા જરૂરિયાતમંદોને ભોજન પ્રસાદ, દિવ્યાંગ બાળકોને પાણીની બોટલ અને નાસ્તાનું વિતરણ

પવન એક્સપ્રેસ | પાલનપુર

  

પાલનપુર, તા. ૨૬ ઓગસ્ટ: “ભૂખ્યાને ભોજન અને બાળકોને ખુશી આપવી એ જ સાચી સેવા”ના ભાવ સાથે જીવદયા ફાઉન્ડેશન દ્વારા એક જ દિવસે પાલનપુરમાં ત્રણ સ્થળે ભોજન સેવા તેમજ માનસિક દિવ્યાંગ બાળકો માટે સેવાકીય પ્રવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું.

જીવદયા ફાઉન્ડેશનના જીવદયા પ્રેમી ઠાકોરદાસ ખત્રીના હસ્તે તથા શકીલા બાનુના સહયોગથી સુર મંદિર સામેના ઝૂંપડપટ્ટી વિસ્તારમાં અને હરિપુરા હિંગળાજ માતા મંદિર પાસે જરૂરિયાતમંદ લોકોને પ્રેમપૂર્વક ભોજન પ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ ઉપરાંત દીપકભાઈ રાવલના સહયોગથી કીર્તિસ્તંભ વિસ્તાર, પાતાળેશ્વર મહાદેવ મંદિર પાસે જરૂરિયાતમંદ લોકોને સમોસા અને કઢીનો ભોજન પ્રસાદ આપવામાં આવ્યો હતો.

દિવ્યાંગ બાળકો માટે પણ સેવાકીય પહેલ

સેવા પ્રવૃત્તિના ભાગરૂપે આકાંક્ષા પુનર્વસન કેન્દ્ર, લક્ષ્મીપુરા ખાતે માનસિક દિવ્યાંગ બાળકોને પાણી ભરવાની બોટલ અને નાસ્તાનું વિતરણ કરવામાં આવ્યું હતું. બાળકો સાથે સેવાભાવીઓએ સમય વિતાવી તેમને ખુશી આપવાનો પ્રયાસ કર્યો હતો.

આ સેવાકાર્યમાં ઠાકોરદાસ ખત્રી, દિનેશભાઈ શર્મા, ઘનશ્યામભાઈ ખત્રી, ધનેશભાઈ રેડિયમ વાળા, મહેશભાઈ ચંદુલાલ ઠક્કર સહિત અનેક સેવાભાવીઓ જોડાયા હતા.

શ્રાવણ મહિના સુધી સેવા ચાલુ રાખવાનો સંકલ્પ

ઠાકોરદાસ ખત્રીએ જણાવ્યું હતું કે પાલનપુર તેમજ આસપાસના આદિવાસી વિસ્તારોમાં જરૂરિયાતમંદ લોકો માટે સેવાકાર્ય સતત ચાલુ રાખવામાં આવશે. માનવ સેવા અને જીવદયાના આ કાર્યને આગળ વધારવાનો સંકલ્પ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો.

શકીરા બાનુ અને દીપકભાઈ રાવલના સહયોગથી એક જ દિવસે ત્રણ સ્થળે ભોજન સેવા તેમજ દિવ્યાંગ બાળકો માટે બોટલ અને નાસ્તાની સેવા કરવામાં આવી હતી. જીવદયા ફાઉન્ડેશનની આ અવિરત અને પ્રેરણાદાયી સેવાભાવનાને સેવાભાવીઓ દ્વારા બિરદાવવામાં આવી હતી.

— પવન એક્સપ્રેસ | પાલનપુર


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading