ભરૂચમાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગના બે અધિકારીઓ રૂ. 40,000ની લાંચ લેતા ઝડપાયા
નવા દવાના હોલસેલ પરવાના આપવા બાબતે મદદનીશ કમિશ્નર અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટર દ્વારા લાંચની માંગણી કરવામાં આવી હોવાનો આરોપ
*ભરૂચ:* મદદનીશ કમિશ્નર, ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ, ભરૂચની કચેરી ખાતે ફરજ બજાવતા બે અધિકારીઓને રૂ. 40,000ની લાંચ લેતા ઝડપી લેવામાં આવ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે.
મળતી વિગતો મુજબ, ફરિયાદીએ દવાના નવા હોલસેલ પરવાના મેળવવા માટે અરજી કરી હતી. આ પરવાના આપવા બાબતે આરોપીઓ દ્વારા ફરિયાદી પાસેથી લાંચની માંગણી કરવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
આ કેસમાં ભરૂચની ફૂડ એન્ડ ડ્રગ્સ ડિપાર્ટમેન્ટ કચેરી ખાતે ફરજ બજાવતા *મદદનીશ કમિશ્નર પ્રકાશભાઈ નાનકરામ પોસનાની (વર્ગ-1)* તથા *ડ્રગ્સ ઇન્સ્પેક્ટર સુરભીબેન મોહનલાલ દેસાઈ (વર્ગ-2)ને રૂ. **40,000ની લાંચ લેતા ઝડપવામાં આવ્યા* હોવાનો આરોપ છે.
આ ઘટનાથી ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગમાં ભારે ચકચાર મચી ગઈ છે. સમગ્ર મામલે તપાસ આગળ ધપાવવામાં આવી રહી છે.
પવન એક્સપ્રેસ
*તમારા વિસ્તારના સચોટ અને વિશ્વસનીય સમાચાર માટે જોડાયેલા રહો.*
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
