નવજીવન ક્રાઈમ અધિકાર ન્યૂઝના બે પત્રકારો રૂ. ૩.૧૫ લાખની લાંચ લેતા ઝડપાયા
*અમદાવાદ:* નવજીવન ક્રાઈમ અધિકાર ન્યૂઝ સાથે સંકળાયેલા બે પત્રકારો લાંચ લેતા ઝડપાયા હોવાનો બનાવ સામે આવ્યો છે.
ઝડપાયેલા આક્ષેપિતોમાં *(૧) શિલ્પાબેન વા/ઓ વિજયભાઈ આહીર (પ્રજાજન)* તથા *(૨) વિજયભાઈ ડાહ્યાભાઈ આહીર (પ્રજાજન)*નો સમાવેશ થાય છે. બન્ને નવજીવન ક્રાઈમ અધિકાર ન્યૂઝના પત્રકાર તરીકે કાર્યરત હોવાનું જાણવા મળે છે.
પ્રાપ્ત માહિતી મુજબ, આક્ષેપિત નં. (૧) શિલ્પાબેને ફરિયાદીશ્રીનો સંપર્ક કરી ફરિયાદીશ્રીના ઘરના પ્રથમ માળે થયેલ નવું બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપી હતી. તેમજ આ નવું બાંધકામ તોડવામાં ન આવે તે માટે AMCના અધિકારીઓને આપવા માટે *રૂ. ૩,૦૦,૦૦૦/-* તથા પોતાના માટે *રૂ. ૨૫,૦૦૦/-, એમ કુલ **રૂ. ૩,૨૫,૦૦૦/-*ની લાંચની માંગણી કરવામાં આવી હતી.
આ મામલે લાંચના છટકામાં બંને આક્ષેપિતો પાસેથી *રૂ. ૩,૧૫,૦૦૦/-ની લાંચની રકમ* સ્વીકારતા તેઓ ઝડપાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.
આ બનાવને પગલે પત્રકારત્વના નામે લાંચની માંગણી કરવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સમગ્ર મામલે સંબંધિત એજન્સી દ્વારા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
*નોંધ: આક્ષેપિતો સામેના આરોપો તપાસ અને કાયદાકીય પ્રક્રિયા હેઠળ છે. દોષિત ઠર્યા સુધી તેમને કાયદેસર રીતે નિર્દોષ માનવામાં આવે છે.*
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
