પાલનપુરમાં ‘ભારત કો જાનો’ પરીક્ષામાં 4,000 વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો

ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા ‘ભારત કો જાનો’ પરીક્ષાનું આયોજન.

પાલનપુર અને આસપાસની 53 શાળાના 4,000 જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક પરીક્ષા આપી.

પવન એક્સપ્રેસ

પવન એક્સપ્રેસ

🇮🇳

પાલનપુર, તા. 8 ઓગસ્ટ:
ભારત વિકાસ પરિષદ પાલનપુર પશ્ચિમ શાખા દ્વારા વિદ્યાર્થીઓમાં ભારતના ગૌરવશાળી ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ, પરંપરા તથા રાષ્ટ્ર વિશેનું જ્ઞાન વધે તે હેતુથી દર વર્ષની જેમ આ વર્ષે પણ ‘ભારત કો જાનો’ પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાલનપુર તથા આસપાસની 53 જેટલી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના આશરે 4,000 વિદ્યાર્થીઓએ આજે યોજાયેલી પરીક્ષામાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. પરીક્ષાના આશરે 20થી 25 દિવસ અગાઉ વિદ્યાર્થીઓને ભારતના ઇતિહાસ, ભૂગોળ, સંસ્કૃતિ અને અન્ય મહત્વપૂર્ણ વિષયોની માહિતી ધરાવતી અભ્યાસ પુસ્તિકા આપવામાં આવી હતી.

પરીક્ષામાં શ્રેષ્ઠ ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની આગળ મૌખિક કસોટી લેવામાં આવશે. ત્યારબાદ પસંદગી પામેલા વિદ્યાર્થીઓને શાળા, પ્રાંત તથા રાષ્ટ્રીય કક્ષાની ‘ભારત કો જાનો’ સ્પર્ધામાં ભાગ લેવાની તક મળશે.

આ સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે કાર્યક્રમ સંયોજક પિયુષભાઈ જોશી તથા સહ-સંયોજકો પિયુષભાઈ અને ધીરજભાઈ દ્વારા શાળાઓ સાથે સતત સંકલન કરી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. શાખા પ્રમુખ, મંત્રી, શાખાના સભ્યો તથા મહિલા સભ્યોના સહયોગથી કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

‘ભારત કો જાનો’ જેવી જ્ઞાનવર્ધક પ્રવૃત્તિઓ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ભાવના, જિજ્ઞાસા, સામાન્ય જ્ઞાન અને ભારત પ્રત્યે ગૌરવની ભાવના વિકસાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. અભ્યાસની સાથે વિદ્યાર્થીઓને દેશના ગૌરવશાળી ઇતિહાસ અને સમૃદ્ધ સંસ્કૃતિ સાથે જોડવાનું આ એક સુંદર માધ્યમ બની રહ્યું છે.

પવન એક્સપ્રેસ
તંત્રી : પ્રવીણ પ્રજાપતિ (પવન)
📞 મો. 9998579515
📧 devpavan007@gmail.com
RNI NO. GUJGUJ/2021/828684


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading