Pavan Express News

Pavan Vege Prasarta Samachar

વિદ્યાધામ-ભાગળ(પીં )શાળા સંકુલમાં એનએસએસ માર્ગદર્શન સેમિનાર યોજાયો

વિદ્યાધામ-ભાગળ(પીં )શાળા સંકુલમાં એનએસએસ માર્ગદર્શન સેમિનાર યોજાયો

વિદ્યાધામ-ભાગળ(પીં) સંચાલિત શ્રી એસ.ડી.એલ. શાહ હાઇસ્કુલમાં NSS એનએસએસ (રાષ્ટ્રીય સેવા યોજના) યુનિટશરૂ કરવામાં આવ્યું. તે અનુસંધાને માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો. જેમાં શાળાના ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓને NSS(એનએસએસ) વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું. કહેવાય છે કે, એન એસ એસ એટલે શાળામાં ચાલતી વિશિષ્ટ પ્રવૃત્તિઓમાં ઊડીને આંખે વળગે એવી રાષ્ટ્રીય પ્રવૃત્તિ એટલે રાષ્ટ્રીય સેવા યોજના,રાષ્ટ્રીય સ્તરે પાંગરેલી કેટકેટલીયે પ્રવૃત્તિઓમાં “હું નહીં પણ તમે “આ સૂત્ર સાથે કાર્યરત એનએસએસનું સ્થાન નજર અંદાજ ન કરી શકાય, આ પ્રસંગે ઉપસ્થિત માનનીય જયેશભાઈ જોષી એ વિદ્યાર્થીઓને એનએસએસ ના હેતુઓ અને એના લક્ષાંકો વિશે ઝીણવટપૂર્વક માર્ગદર્શન આપ્યું. તેમજ નાનજીભાઈ ખરસાણએ  એનએસએસના સ્વયંસેવકોને પ્રવૃત્તિઓ અને સમાજ ઉપયોગી સેવાઓ વિશે માહિતગાર કર્યા. રાજેશભાઈ પ્રજાપતિ,વિનોદભાઈ બારોટ અને સ્વયમ વાલી મંડળના પ્રમુખ ભૂપતસિંહ રાજપૂત હાજર રહ્યા હતા. આ પ્રસંગે જયેશભાઈ જોશી  તરફથી ₹ 2100 શાળાને આર્થિક યોગદાન આપેલ. આ પ્રસંગે પ્રોગ્રામ ઓફિસર  કે.એમ. જુણકિયા NSS યુનિટ ના કેપ્ટન દરજી વંશ અને જોશી રિદ્ધિ તથા તમામ સ્વયંસેવકોને મહાનુભાવો દ્વારા એનએસએસ યુનિફોર્મ પહેરાવી સન્માનિત કરેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર મહેમાનશ્રીઓને શાળાના આચાર્ય કિરીટભાઈ પટેલ અને શાળા પરિવાર તેમનો દિલથી હાર્દિક આભાર વ્યક્ત કયો હતો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading