પાલનપુર વોર્ડ નંબર ૨ અને ૩ માં પીવાના પાણીના મામલે તકરાર: એક ઈસમે પાઇપ થી હુમલો કરતા યુવાન ગંભીર ઈજા પહોંચતા સિવિલમાં દાખલ કરાયો, મામલો પોલીસ ચોકી પહોંચ્યો..

પાલનપુર શક્તિનગર રોડ ઉપર પીવાના પાણીના મામલે તકરાર ઉગ્ર થતા એક ઈસમે દારૂ ના નશામાં પાઇપ થી હુમલો કરતા યુવાન ગંભીર ઈજા પહોંચતા સિવિલમાં સારવાર માટે દાખલ કરાયો મામલો પોલીસ ચોકી પહોંચ્યો..

 
 પાલનપુરમાં પીવાના પાણીની સમસ્યાને લઈને એક યુવકના માથા ઉપર લોખંડની પાઇપ ફટકારી.

લીલાશાહ ઉઠ્યા પાસે સ્થાનિક લોકોની બેઠક યોજાઇ હતી.

મકાનના ધાબા પર યુવક દારૂની મહેફિલ મણી મન ફાવે તેમ ગાળો બોલવા લાગતા તેને રોકવા જતાં યુવકે દારૂના નશામાં સ્થાનિક ઉપર પાઇપ વડે હુમલો કરિ ફરાર.

પાલનપુરમાં વોર્ડ નંબર 2 માં અને ત્રણમાં પીવાના પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા રાત્રે લીલા શાહ ની પર સ્થાનિકોએ બેઠક મળી હતી તે સમયે મકાનના ધાબા ઉપર દારૂની મહેફિલ મળતો ધ્રુવ સંજયભાઈ સોની અચાનક ઉશ્કેરાઈ જઈ મન ફાવે તેમ ગાળો બોલવા લાગ્યો હતો અને એને સ્થાનિક પિયુષભાઈ ધનાભાઈ પ્રજાપતિ રોકવા જતા માથાના ભાગે લોખંડની પાઇપ વડે હુમલો કરી લોહી લુહાણ કરી ધમકી આપી કે હવે પછી મારું નામ લીધું તો તને જાનથી મારી નાખીશ ધમકી આપી ફરાર થઈ ગયો હતો.

ઈજા ગ્રસ્ત પિયુષભાઈ ને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં ખસેડી તેમનો ઉપચાર કરવામાં આવ્યો હતો અને માથાના ભાગમાં સાત ટાંકા આવ્યા હતા. ત્યારબાદ પોલીસ કેસ નોંધાવતા પોલીસે ફરિયાદ નોંધ આરોપીને પકડવાના ચક્રો ગતિમાન કર્યા હતા.

બીજી તરફ સમગ્ર ગુજરાત તેમજ બનાસકાંઠામાં દારૂબંધી હોવા છતાં પણ આ ધ્રુવ સોની દારૂ ક્યાંથી લાવ્યો તે પણ એક મોટો પ્રશ્ન છે અને પોલીસને જાણે આ ધ્રુવ સોની ખુલ્લી ચેલેન્જ કરતો હોય તેવું લાગી રહ્યું છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading