આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ધાનેરા પોલીસ દ્વારા નશામુક્તિ જાગૃતિ અભિયાન

આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ નિમિત્તે એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ધાનેરા પોલીસ દ્વારા નશામુક્તિ જાગૃતિ અભિયાન

ધાનેરા, 26 જૂન: આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ વિરોધી દિવસ (International Day Against Drug Abuse and Illicit Trafficking) નિમિત્તે એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા ધાનેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી શૈલેષભાઈ ડી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ ધાનેરા પોલીસ સ્ટાફના સહયોગથી શહેર તેમજ વિવિધ શૈક્ષણિક સંસ્થાઓમાં નશામુક્તિ અંગે જનજાગૃતિ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું.

આ અભિયાન દરમિયાન એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટની ટીમ, સ્વયંસેવકો તેમજ ધાનેરા પોલીસના અધિકારીઓ દ્વારા નાગરિકો, વિદ્યાર્થીઓ અને વાલીઓને “ડ્રગ-ફ્રી વર્લ્ડ” અંગેની માહિતીસભર પુસ્તિકાઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ નશાના વ્યસનના દૂષ્પરિણામો, યુવાનોના સ્વાસ્થ્ય પર તેની અસર અને નશામુક્ત સમાજના નિર્માણ માટે જાગૃતિ લાવવાનો સંદેશ આપવામાં આવ્યો હતો.

આ પ્રસંગે સંસ્થાના સ્થાપક અને અધ્યક્ષ પારસભાઈ સોનીએ જણાવ્યું હતું કે, “નશામુક્ત સમાજની શરૂઆત જાગૃતિથી થાય છે. દરેક જાગૃત બાળક, દરેક જવાબદાર વાલી અને દરેક સજાગ નાગરિક આપણા સમાજને વધુ સુરક્ષિત, સ્વસ્થ અને ઉજ્જવળ ભવિષ્ય તરફ લઈ જાય છે. યુવાનોને યોગ્ય માર્ગદર્શન અને શિક્ષણ દ્વારા જ આપણે નશામુક્ત ભારતનું સ્વપ્ન સાકાર કરી શકીએ.”

એજ્યુફન ફાઉન્ડેશન ટ્રસ્ટ અને ધાનેરા પોલીસે સમાજના તમામ વર્ગોને નશાના વ્યસનથી દૂર રહી શિક્ષણ, સ્વાસ્થ્ય અને સકારાત્મક જીવનશૈલી અપનાવવાની અપીલ કરી હતી.

“ડ્રગ્સને કહો ના… જીવનને કહો હા.”
આ સંદેશ સાથે સમગ્ર સમાજને નશામુક્ત ભારતના નિર્માણમાં સહભાગી બનવા અનુરોધ કરવામાં આવ્યો.

એજ્યુફન ફાઉન્ડેશન
9978797187


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading