આંબેડકર નગર પ્રાથમિક શાળા નં -4 માં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2026 યોજાયો

આંબેડકર નગર પ્રાથમિક શાળા નં -4 માં કન્યા કેળવણી અને પ્રવેશોત્સવ 2026 યોજાયો

વડગામ તાલુકા મથકના આંબેડકરનગર પ્રા.શાળા નં -૪ માં તા.૨૨/૬/૨૦૨૬ ના રોજ સરપંચના અધ્યક્ષ સ્થાને કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાયો જેમાં દાતાઓ દ્વારા નાના મોટા દાન આપવા માં આવ્યા જેમા આંગણવાડીના નાના ૮ નવા બાળકોને પ્રાઈમેરીની કિટ આપવામાં આવી જેમાં પ્રાથમિક શાળાના બાળકો વાલીગણ એસ.એમ. સી.કમિટી ના સભ્યો સહિત સ્થાનિક અગ્રણીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા પ્રા.શાળાના સ્ટાફ દ્વારા સરપંચ અને દાતાઓને સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યુ નાના ભુલકાઓને બેગો આપવામાં આવી આંગણવાડી ના કાયૅકર નિકીતાબેન મેવાડા એ જણાવૅલ કે સરકાર દ્વારા શાળા પ્રવેશોત્સવનો મુખ્ય હેતુ પ્રા.શાળાઓમા બાળકોનો રેસીયો વધે અને બાળકોને મફત શિક્ષણ કોલરસીપ મધ્યાહન ભોજનનો લાભ મળે જેથી વાલીઓને અપીલ કે નાના બાળકોને ધોરણ ૧ થી ૫ માં ધોરણમાં પ્રવેશ અપાવે તેવી વાલીઓને અપીલ કરવામાં આવી આ ઉદ્દેશ થી સરકાર દ્વારા પ્રવેશોત્સવ યોજવામાં આવે છે આ કાયૅક્રમમા શાળા વતી આચાર્ય જીતુભાઈ ભાટીયા અને સ્થાનિક લોકોએ વાલીઓ ને પોતાના બાળકોને સારૂ શિક્ષણ અપાવવાની ખાત્રી આપી હતી અને તમામ આવેલ મહેમાનોનો આભાર માન્યો હતો.

અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading