આજે પાલનપુરમાં પ્રથમ વખત ડોકરા રનિંગ ક્લબ દ્વારા સિટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 300 જેટલા લોકો જોડાયા હતા. 

આજે પાલનપુરમાં પ્રથમ વખત ડોકરા રનિંગ ક્લબ દ્વારા સિટી રનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અંદાજે 300 જેટલા લોકો જોડાયા હતા. 

આ સિટી રનનું મુખ્ય હેતુ લોકોમાં સ્વાસ્થ્ય અને ફિટનેસ પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો, તેમજ વ્યસનમુક્તિ માટે સમાજમાં સકારાત્મક સંદેશ પહોંચાડવાનો હતો.

સૌથી મોટી વાત એ છે કે આ ક્લબ આજીવન સંપૂર્ણ ફ્રી છે. ચાર વર્ષના બાળકથી લઈને 80 વર્ષ સુધીના વડીલો પણ આજે ડોકરા રનિંગ ક્લબ સાથે જોડાયેલા છે.

ડોકરા રનિંગ ક્લબનો મુખ્ય હેતુ માત્ર રનિંગ નથી, પરંતુ આજની બગડતી લાઇફસ્ટાઈલને સુધારવાનો છે. આજકાલ લોકો કામના ભાર, સ્ટ્રેસ અને અનિયમિત જીવનશૈલીના કારણે કોલેસ્ટ્રોલ, બીપી, ડાયાબિટીસ, થાયરોઇડ, ડિપ્રેશન અને માનસિક તણાવના શિકાર બની રહ્યા છે. આવા લોકોને સવારે ઘરેથી બહાર કાઢીને ગ્રાઉન્ડ સુધી લાવવા માટે એક પરિવાર જેવી ટીમની જરૂર હતી — અને એ કામ ડોકરા રનિંગ ક્લબ કરી રહ્યો છે.

ક્લબનો બીજો મોટો હેતુ એ છે કે અહીં સ્કૂલ લેવલની સ્પર્ધાથી લઈને ખેલ મહાકુંભ, 5 કિલોમીટરથી ફુલ મેરેથોન સુધી તેમજ Army, Police, PSI, Forest જેવી તમામ ફિઝિકલ પરીક્ષાઓની સંપૂર્ણ ફ્રી તૈયારી કરાવવામાં આવે છે.

ગયા વર્ષે પોલીસ ભરતીની તૈયારીમાં અંદાજે 117 જેટલા ઉમેદવારો સફળ થયા હતા, જે એક મોટો ઇતિહાસ હતો. ઘણા યુવકો સ્ટેટ ચેમ્પિયન બન્યા છે, સારા એથલેટ બન્યા છે અને અનેક લોકોએ મોટા ઇનામો જીત્યા છે.

આવા ઘણા સભ્યો છે, જેમને વર્ષોથી વિવિધ બીમારીઓ હતી, પરંતુ નિયમિત રનિંગ અને સારા લાઇફસ્ટાઈલના કારણે લગભગ 99% સુધી નોંધપાત્ર સુધારો જોવા મળ્યો છે.
ઘણા લોકોના થાયરોઇડ નોર્મલ થઈ ગયા છે, બીપી કંટ્રોલમાં આવી ગયું છે, ડાયાબિટીસના દર્દીઓને ખૂબ સારો ફેરફાર જોવા મળ્યો છે.

સૌથી મોટી વાત એ છે કે વર્ષોથી અસ્થમાના પંપ પર જીવતા લોકો આજે પંપ વગર સ્વસ્થ જીવન જીવવા લાગ્યા છે.

માત્ર રોગોમાંથી રાહત મળી એ જ મોટી વાત નથી — પરંતુ એ લોકો આજે સારા રનર બન્યા છે, આત્મવિશ્વાસથી ભરાયા છે અને જીવન જીવવાનો નવો ઉત્સાહ મેળવ્યો છે.

આ ક્લબના કારણે લોકોની લાઇફસ્ટાઈલ બદલાઈ ગઈ છે. લોકોના ટાઈમટેબલ બદલાયા છે, બોડી લેંગ્વેજ બદલાઈ છે, વિચારો બદલાયા છે અને જીવન પ્રત્યેનો એટિટ્યુડ પણ બદલાયો છે. ઘણા લોકો જે ઓવરવેઇટ અને અનહેલ્ધી જીવનશૈલીના શિકાર હતા, તેઓ આજે ફિટ અને આત્મવિશ્વાસથી ભરેલા બન્યા છે.

આજે ગુજરાતના કુલ 15 શહેરોમાં ડોકરા રનિંગ ક્લબ કાર્યરત છે અને સમગ્ર ભારતમાં 5 રાજ્યોમાં તેનો પરિવાર ફેલાયો છે.
માત્ર એક વર્ષની મહેનતમાં મળેલી આ સિદ્ધિ ખરેખર બહુ મોટી સફળતા કહેવાય.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading