બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ બેઠકમાં વસંતભાઈ પુરોહિત પ્રમુખ અને બબીબેન ચૌધરી ઉપપ્રમુખ તરીકે વરાયા
બનાસકાંઠા જિલ્લા કલેકટરશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ વરણી પ્રક્રિયા





બનાસકાંઠા જિલ્લા પંચાયતની પ્રથમ સામાન્ય બેઠક આજે જિલ્લા પંચાયત પાલનપુર ખાતે જિલ્લા કલેકટર શ્રી અને અધ્યાસી અધિકારીશ્રી મિહિર પટેલના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. બેઠક દરમિયાન જિલ્લા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખ પદ માટેની વરણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
જિલ્લા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલી વરણી પ્રક્રિયામાં ચૂંટાયેલા સભ્યોએ ભાગ લીધો હતો. જેમાં હાથ ઊંચા કરીને કરવામાં આવેલા સમર્થનમાં સૌથી વધુ સભ્યોનો ટેકો વસંતભાઈ પુરોહિતને મળતા તેઓ પ્રમુખ પદે વરાયા હતા. જ્યારે ઉપપ્રમુખ તરીકે બબીબેન ચૌધરીની વરણી કરાઈ હતી.
કલેકટર શ્રી અને અધ્યાસી અધિકારીશ્રી અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દ્વારા જિલ્લા પંચાયતના નવ નિયુક્ત જિલ્લા પંચાયતના સભ્યોને શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી શ્રી એમ.જે.દવે સહિત ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
