ભુતેડી પ્રાથમિક શાળાના વરિષ્ઠ શિક્ષકશ્રી નો વિદાય સમારંભ યોજાયો


ભૂતેડી પ્રાથમિક શાળા ના શિક્ષક ગીરીશભાઈ અંબાલાલ પટેલ સાહેબનો વય નિવૃત્તિ ભાવદર્શન કાર્યક્રમ ભૂતેડી પ્રાથમિક શાળા ખાતે યોજવામાં આવ્યો હતો 38 વર્ષ શિક્ષક તરીકે ફરજ બજાવી ભૂતેડી શાળામાં છેલ્લા 24 વર્ષ સુધી નિષ્ઠાપૂર્વક કર્તવ્ય વહન કરનાર એવા નિષ્ઠાવાન,આદર્શ અને સૌના આદરણીય શિક્ષકશ્રીની શાળામાંથી વિદાય થતાં સૌ શાળાના શિક્ષકો તથા બાળકો ભાવવિભોર અને ભારે હૈયે સાહેબશ્રી ને વિદાય આપી હતી. તથા તેમનું નિવૃત્ત જીવન સુખમય બને તેવી શુભકામનાઓ પાઠવી હતી. ગામ લોકો શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા સન્માન પત્ર સાલ અને સ્મૃતિચિહ્નનો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા સાહેબ દ્વારા પણ શાળામાં ઉપયોગી થાય તે માટે પ્રિન્ટરની ભેટ આપી હતી આ વિદાય સમારંભ માં રીટા બેન પટેલ તાલુકા શિક્ષણ અધિકારી સોનલ બેન નાયક બીટ કેળવણી નિરીક્ષકનરેશ ભાઈ શ્રીમાળી સી આરસી પેટા શાળાના આચાર્યો શિક્ષક મિત્રો ગ્રામજનો અને વિધાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ. ભીખાલાલ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
