શેરપુરા (મ) પાટિયા પાસે ગાડી પલટી ખાઇને રોંગ સાઈડ ખાબકી

શેરપુરા (મ) પાટિયા પાસે ગાડી પલટી ખાઇને રોંગ સાઈડ ખાબકી

વહેલી સવારે સર્જાયેલા વિચિત્ર અકસ્માત ગાડીમાં સવાર મુસાફરોને નાની મોટી ઈજાઓ પહોંચી

પાલનપુર અમદાવાદ હાઇવે પર આવેલ શેરપુરા (મજાદર) ગામના પાટિયા પાસે પુર ઝડપે પસાર થઇ રહેલી એક ગાડીના ચાલકે સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી પલટી ખાઈને રોંગ સાઈડના રોડ પર ખાબકતા વિચિત્ર અકસ્માત સર્જાયો હતો સદનસીબે આ દુર્ગટનામા ગાડીમાં સવાર લોકોનો આબાદ બચાવ થયો હતો જેને નાની મોટી ઈજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા

બનાસકાંઠા જિલ્લામાં વિવિધ માર્ગો પર પુર ઝડપે તેમજ ધૂમ સ્ટાઈલે દોડતા વાહનોના કારણે દિન પ્રતિદિન અકસ્માતના બનાવો બની રહ્યા છે જેમાં અનેક લોકોનો ભોગ લેવાય રહ્યો છે તેમ છતાં પોલીસ દ્વારા વાહન ચાલકોને ગતિ મર્યાદાનું ભાન કરાવવામાં ન આવતા વાહન ચાલકો બેફામ વાહનો હંકારતા હોવાથી અકસ્માતનો ગ્રાફ સતત વધી રહ્યો છે જે વચ્ચે શનિવારે સવારે અમદાવાદ થી પાલનપુર તરફ આવી રહેલી એક ગાડીના ચાલકને શેરપુરા (મજાદર) ગામના પાટિયા પાસે ચાલુ ગાડીને નિંદરનું ઝોકું આવી જતા તેને સ્ટેરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા ગાડી પલટી ખાઇને રોંગ સાઇડના રોડ પર ખાબકી હતી જેમાં ગાડીમાં સવાર લોકોને નાની મોટી ઈજાઓ થતા તેમને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા બનવામાં ગાડીના આગળનો ભાગનો કચ્ચરઘાણ નીકળી જવા પામ્યો હતો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading