પ્રેરણા મિત્ર વર્તુળ, જનસેવા એ જ પ્રભુસેવા ગ્રુપ પાલનપુર, ભારત માતા સેવા અને ઉત્સવ સમિતિ દ્વારા સંયુક્ત રીતે આજે ચકલી માળા, કુંડા વિતરણ કાર્યક્રમ યોજાયો.
પવન એક્સપ્રેસ
ઉનાળાની કાળજાળ ગરમીમાં અબોલ પક્ષીઓને પીવાના પાણી ખૂબ જ તકલીફ પડતી હોય છે. પાણી માટે પક્ષીઓ આમથી તેમ વલખા મારતા હોય છે. પક્ષીઓને પીવા માટે સ્વચ્છ પાણી મળી રહે તેવા સુંદર હેતુથી આજે કુંડા નું વિતરણ કરવામાં આવ્યું . સેવા કાર્યક્રમનું ઉદ્ઘાટન પાલનપુર નું ગૌરવ નેશનલ ફૂટબોલ પ્લેયર રાધિકાબેન પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.ચકલીઓને રહેવા માટે ઘર મળી રહે તેવા સુંદર હેતુથી ચકલી માળા નું વિતરણ પણ કરવામાં આવ્યું. ચકલી માળામાં ચકલીઓ ખૂબ જ સરળતાથી પોતાનું ઘર બનાવીને ત્યાં માળા બાંધતી હોય છે. ત્યાં ચકલો અને ચકલી નિવાસ કરતા હોય છે . ત્યારબાદ સમયાંતરે ચકલીઓ બચ્ચાને જન્મ પણ આપતી હોય છે જેના કારણે ચકલીઓની સંખ્યામાં દિવસ અને દિવસે વધારો થાય છે.મોબાઈલ ટાવરના યુગમાં રેડીએશન વાળા વાતાવરણમાં મોબાઈલ ટાવરોના વધવાથી તેના નેગેટિવ તરંગોથી ચકલીઓ નિ પ્રજાતિને ખૂબ જ નુકસાન થતું હોય છે. આવા સમયે ચકલીઓ માટે ,પક્ષીઓ માટે યોગ્ય નિવાસસ્થાન ની વ્યવસ્થા કરવી તે ઉચિત ગણાય છે. વિવિધ સંસ્થાઓએ શુભ હેતુથી આજે ચકલી માળા અને કુંડાઓનું વિતરણ કર્યું હતું. આજે મોટી સંખ્યામાં જાહેર જનતાએ સેવા કાર્યક્રમ નો લાભ લીધો હતો. સેવા કાર્યક્રમ ને સફળ બનાવવા માટે ગ્રુપના સર્વે મેમ્બર્સ પરિવાર સાથે હાજર રહીને આજના ચકલી માળા ,કુંડા વિતરણ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
