કાણોદર નજીક ઓઇલ મીલમાં બોઇલર ફાટતા સાત મજૂર દાઝ્યા



પેટ્રોલ ભરેલી બોઇલર ચાલુ કરવા જતા ચિંગારી પ્રસરતા અચાનક આગ લાગી હતી
ત્રણ ગંભીર ઘાયલ પર પ્રાંતીય મજૂરોને અમદાવાદ ખસેડાયા ચાર ને સામાન્ય ઈજા પહોંચી
પાલનપુર તાલુકાના કાણોદર હાઇવે પર આવેલ એક ઓઇલ મિલમાં સાંજના સમયે અચાનક બોઇલર ફાટતા આગ ભભુકી ઉઠી હતી જેમાં અહી કામ કરતા પર પ્રાંતીય સાત મજૂરો આગમાં લપેટાયા ત્રણ મજુર ગંભીર અને ચાર મજૂર સામાન્ય ઘાયલ થતા અફરા તફરી મચી જવા પામી હતી જોકે તમામ ઇજાગ્રસ્ત ને પાલનપુર ખસેડવામાં આવ્યા હતા જેમાંથી ત્રણ ગંભીર ઘાયલ ને અમદાવાદ રિફર કરાયા હતા
પાલનપુરના કાણોદર ગામે આવેલ આદર્શ પ્રાઇવેટ લિમિટેડ કંપની નામની ઓઇલ મિલમાં શ્રમિકો પાસે કામ લેવામાં આવતું હતું જેમાં મોટા ભાગના શ્રમિક બિહાર સહિત પર પ્રાંતના કામ કરે છે આ મીલમાં બુધવારે મજૂરો કામ કરી રહ્યા હતા દરમ્યાન એક પેટ્રોલ ભરેલું બોઇલર ચાલુ કરવા જતા અચાનક આગની ચિંગારી પ્રસરતા ભૂષણ આગ ભભુકી હતી જેમાં અહી કામ કરતા 20 થી 45 વર્ષની વયના સાત મજૂરો આગની લપેટમાં આવી જતા મીલમાં નાસભાગ મચી જવા પામી હતી બનાવના પગલે બાજુની મિલના કામદારો દોડી આવીને બચવાની કામગીરી હાથ ધરી હતી જેમાં તમામ ઇજાગ્રસ્ત મજૂરોને તાત્કાલિક સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જેમાં 60 થી 90 ટકા જેટલા ગંભીર દાઝેલા ત્રણ મજૂરોને પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા અને ચાર મજૂર 30 ટકા જેટલા દાઝેલા હોય તેમની સારવાર હાથ ધરવામાં આવી હતી
આગ માં દાઝેલ મજૂતના નામ
1, રાજાકુમાર લાલનરામ ઉં.વ
20
2, વિપુલદાસ ઉ.વ. 24
3, અંજલી કુમારી ઉ.વ.21
4, સુંદર કુમારી ઉ.વ. 45
અન્ય ત્રણ ગંભીર દાઝેલને અમદાવાદ ખસેડાયા તમામ રહે.બિહાર
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
