વોર્ડ નંબર 2
પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર બે બેનરો લાગ્યા
ત્રણ સોસાયટીમાં રાજકીય નેતાઓને ચૂંટણી પ્રચાર કરવા પર પાબંધી મુકાઈ

રોડ રસ્તા,પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ ન મળતા સ્થાનિકો અકળાયા
પાલનપુર નગરપાલિકાની ચૂંટણી પૂર્વે વોર્ડ નંબર બેમાં સ્થાનિક લોકોએ રોડ રસ્તા પાણી,સફાઇ જેવી પાયાની સુવિધાઓ મામલે રસ્તા પર ઉતરી આવી ને તેમની સોસાયટીમાં રાજકીય નેતાઓ તેમજ આગેવાનોએ ચુંટણી પ્રચાર કરવા ન આવવાના બેનરો મારીને સ્થાનિક સ્વરાજ્યની આ ચૂંટણીમાં રાજકીય પક્ષોને વોટ એન આપવાની ચીમકી આપવાની સાથે નબળી નેતાગીરી સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે
પાલનપુર નગરપાલિકા જે વોર્ડ નંબર બે ના મત વિસ્તારમા આવે છે તે જ વિસ્તારમાં આવેલી ભાગ્યોદય સોસાયટી,
આસોપાલવ સોસાયટી અને લક્ષ્મી નગર સોસાયટીમાં પહેલા લોકોમાં મકાન આગળ નીચે ઉતરવા ત્રણ ત્રણ પગથિયાં હતા પરંતુ પાલિકા દ્વારા રોડ પર રોડ બનાવી દેવામાં આવતા હાલ લોકોને મકાન જવા બબ્બે પગથિયાં નીચે ઉતરવું પડી રહ્યું છે તેમજ તેમની સોસાયટી ઓમા પસાર થતો મુખ્ય રોડ ખોદી નાખ્યા બાદ નવો રોડ બનાવવામાં ન આવતા આ ધૂળિયા માર્ગને લઇ સ્થાંનિકોને ભારે હાલાકી વેઠવી પડી રહી છે અહી નિયમિત પાણી મળતું નથી પાલીકા દ્વારા સફાઈ કરવામા આવતી નથી સ્થાનિક નગરસેવકો તેમની વાત સાંભળવા તૈયાર ન હોવાના કારણે સ્થાનિકો હેરાન પરેશાન થઇ ઉઠ્યા છે ત્યારે આ નગરપાલિકાની ચૂંટણીમાં રાજકીય નેતાઓની શાન ઠેકાણે લાવવા માટે સ્થાનિકોએ તેમના વિસ્તારમાં રાજકીય પક્ષોના આગેવાનોને પ્રચાર કરવા આવવા પર પ્રતિબંધ મૂકતા પોસ્ટર અને બેનરો લગાવીને ભારે રાજકીય પક્ષોને વોર નહિ આપવાની ચીમકી આપી છે જેને લઇ વોર્ડ નંબર બે માં ભાજપ કોંગ્રેસના ઉમેદવારોમાં હડકંપ મચી જવા પામ્યો છે
બોક્ષ – ચૂંટણી જીત્યા બાદ નગરસેવકો ફરકતા જ નથી
પાલનપુર નગરપાલિકાના વોર્ડ નંબર બે ના સ્થાનિકોએ જમાવ્યું હતું કે ગત નગરપાલિકાની ચૂંટણીમાં અમારા માટે જીતી ગયેલા ચાર નગરસેવકો અમારા વિસ્તારમાં ક્યારે ફરક્યા જ નથી અને રોડ રસ્તા પાણી જેવી પ્રાથમિક સુવિધાઓ પૂરી પાડવા અનેકવાર રજૂઆતો કરી હતી તેમ છતાં તેમના દ્વારા રજૂઆતો સાંભળવામાં આવતી ન હતી જેને લઇ ના છૂટકે અમારા વિસ્તારમાં રાજકીય પક્ષોના નેતાઓ ના પ્રવેશ પર પાબંધી મૂકવામાં આવી છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
