બનાસકાંઠા: ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, ૨૬મી એપ્રિલે યોજાશે મતદાન

બનાસકાંઠા: ઉમેદવારી પત્રો પરત ખેંચાયા બાદ ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ, ૨૬મી એપ્રિલે યોજાશે મતદાન


જિલ્લા પંચાયતની કુલ ૪૮ બેઠકો સામે હવે ૧૩૬ હરીફ ઉમેદવારો વચ્ચે ચૂંટણી યોજાશે:- જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ


બનાસકાંઠામાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાઓની કુલ ૨૩ બેઠકો બિનહરીફ જાહેર:- જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલ


ડીસા અને પાલનપુર નગરપાલિકામાં ૧૩ બેઠકો બિનહરીફ


સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલે જણાવ્યું કે, આગામી ૨૬મી એપ્રિલ, ૨૦૨૬ના રોજ બનાસકાંઠા જિલ્લા પંચાયત, બનાસકાંઠા જિલ્લાની ત્રણ નગરપાલિકા અને ૧૦ તાલુકા પંચાયતોની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ યોજાવાની છે. જેના માટે આજે ઉમેદવારી પત્રો પરત ખેંચવાનો અંતિમ દિવસ હતો. ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસ બાદની સ્થિતિ જોતા, જિલ્લા પંચાયતની કુલ ૪૮ બેઠકો સામે હવે ૧૩૬ હરીફ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જ્યારે કંબોઈ જિલ્લા પંચાયત બેઠક હાલમાં બિનહરીફ જાહેર થવા પાત્ર છે.

જિલ્લા ચૂંટણી અધિકારીશ્રીએ જણાવ્યુ કે, તાલુકા પંચાયતની વાત કરીએ તો, જિલ્લાની વિવિધ તાલુકા પંચાયતોની કુલ ૨૪૦ બેઠકો સામે ૬૧૪ હરીફ ઉમેદવારો ચૂંટણી લડશે. આ પૈકી કુલ ૯ બેઠકો બિનહરીફ જાહેર થવા પાત્ર છે, જેમાં ડીસા તાલુકામાં મહાદેવિયા અને માલગઢ, વડગામ તાલુકામાં મગરવાડા, દાંતા તાલુકામાં રંગપુર અને દાંતા, તેમજ કાંકરેજ તાલુકામાં બુકોલી, ખોડા, કંબોઈ-૧ અને ઉંબરી-૧ બેઠકોનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, ધાનેરા, ડીસા અને પાલનપુર એમ ત્રણ નગરપાલિકાઓની કુલ ૧૧૬ બેઠકો સામે ૨૫૬ હરીફ ઉમેદવારો મેદાનમાં છે. નગરપાલિકામાં પણ કુલ ૧૩ બેઠકો બિનહરીફ થવા પાત્ર છે, જેમાં ડીસા નગરપાલિકામાં ૯ વોર્ડની બેઠકો અને પાલનપુર નગરપાલિકામાં ૪ બેઠકોનો સમાવેશ થાય છે. આમ, ઉમેદવારી ફોર્મ પરત ખેંચાયા બાદ હવે ચૂંટણીનું આખરી ચિત્ર સ્પષ્ટ થયું છે.



Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading