GALAXYAN ફૂટબોલ એકેડેમી ના બે પ્લેયર્સ ઇન્ટરનેશનલ લેવલ પર ચમક્યા.


તાજેતરમાં અમદાવાદ ખાતે TMG ફાઉન્ડેશન અંતર્ગત MAYLO CUP INTERNATIONAL TOURNAMENT ના ટ્રાયલ રાખવામાં આવ્યા હતા. ટ્રાયલ માં ગુજરાતથી અલગ અલગ જિલ્લામાંથી ભારે સંખ્યામાં ખેલાડીઓ આવેલ હતા જેમાં તનવીર બિહારી અને સ્વપ્નિલ રાવત અન્ડર 17 માં પસંદગી પામેલ હતા તારીખ 29-01-2026 ના રોજ મલેશિયા ફ્લાઇટથી તેઓ JSA ARENA પહોંચ્યા અને લીગ મેચ રમી રશિયા મલેશિયા વિયેતનામ આફ્રિકા જેવી ટીમો સાથે રમી સારો એવો પ્રદર્શન કરી ઇન્ડિયા તારીખ 03-01-2026 ના રોજ પાછા ફર્યા હતા જેથી ખેલાડીઓના માતા પિતા તથા ગેલેક્સીઅન ફૂટબોલ એકેડેમી ના કોચ આઈસા કુરેશી અને નિર્મલ મલ્હોત્રા એ તેમને ઇન્ટરનેશનલ ના સારા પ્રદર્શન માટે અભિનંદન પાઠવ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
