પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય તે માટે બનાસકાંઠા અને વાવ – થરાદ જિલ્લામાં ૨૭ હેલ્પ ડેસ્ક કાર્યરત કરાયા

મતદાર યાદી ખાસ સઘન સુધારણા કાર્યક્રમ બનાસકાંઠા


બનાસકાંઠા અને વાવ થરાદની કુલ ૯ વિધાનસભા વિસ્તારની ડ્રાફ્ટ મતદાર યાદી પ્રસિદ્ધ કરાઈ


ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં ૨૪,૦૫,૩૨૫ મતદારોનો સમાવેશ: માન્ય રાજકીય પક્ષ અને BLOશ્રીને ડ્રાફ્ટ રોલની કોપી સુપ્રત કરાઈ


પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય તે માટે બનાસકાંઠા અને વાવ – થરાદ જિલ્લામાં ૨૭ હેલ્પ ડેસ્ક કાર્યરત કરાયા


ASD અને No Mapping મતદારો માટે રૂબરૂ સુનાવણીની વ્યવસ્થા


ડ્રાફ્ટ રોલ અંગે હક્ક દાવા અને વાંધા અરજીઓ તારીખ ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધી રજૂ કરી શકાશે


ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર ગુજરાત રાજ્યમાં મતદાર યાદીની ખાસ સઘન સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. રાજ્યભરમાં તારીખ ૨૭ ઑક્ટોબર, ૨૦૨૫થી શરૂ કરવામાં આવેલી આ ઝુંબેશ અંતર્ગત ગણતરીના તબક્કાની કામગીરી ખૂબ જ અસરકારક રીતે પૂર્ણ કરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારી તથા કલેક્ટરશ્રી મિહિર પટેલના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ જિલ્લામાં સમાવિષ્ટ કુલ ૯ વિધાનસભા વિસ્તારોમાં મતદાર યાદીની ૧૦૦ ટકા ડિજિટાઇઝેશન પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરાઈ છે.

બનાસકાંઠા જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી મિહિર પટેલે ડ્રાફ્ટ રોલ એટલે કે મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધિ બાબતે જણાવ્યું કે, બનાસકાંઠા અને વાવ – થરાદ જિલ્લાના મળીને કુલ મતદારોની સંખ્યા ૨૬,૨૪,૯૫૨ હતી. આ મતદારો પૈકી કુલ પરત મળેલ ગણતરી ફોર્મ EF ની સંખ્યા ૨૪,૦૫,૩૨૫ છે. ASDના કારણે કમી થયેલા મતદારોની સંખ્યા ૨,૧૯,૬૨૭ છે. ફાઈનલ ડ્રાફ્ટ રોલમાં ૨૪,૦૫,૩૨૫ જેટલા મતદારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. માન્ય રાજકીય પક્ષને આ ફાઈનલ ડ્રાફ્ટ રોલની સોફ્ટ અને હાર્ડ કોપી સુપ્રત કરવામાં આવી છે. દરેક બુથના BLOશ્રીને પણ ફોટોવાળી મતદાર યાદી આપવામાં આવી છે.

તેમણે જણાવ્યું કે, આ પ્રસિદ્ધ થયેલ ડ્રાફ્ટ રોલ અંગે હક્ક દાવા અને વાંધા અરજીઓ તારીખ ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૮ જાન્યુઆરી ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન સબંધિત EROશ્રીને રજૂ કરી શકાશે, તેના બાદ નોટિસ અને સુનાવણીના સમયગાળા દરમિયાન હક્ક દાવા અને વાંધા અરજીઓ હોય તેવા મતદારો અને No Mapping એટલે કે ૨૦૦૨ની યાદી મુજબ જેનું મેપિંગ થઈ શક્યું નથી તેવા કુલ ૬૪,૩૩૬ મતદારોને ૧૯ ડિસેમ્બર ૨૦૨૫ થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ સુધીના સમયગાળા દરમિયાન સંબંધીત વિધાનસભાના મતદાર નોંધણી અધિકારી અથવા મદદનીશ મતદાર નોંધણી અધિકારી સમક્ષ રૂબરૂ સાંભળીને મતદાર દ્વારા રજુ કરેલ આધાર પુરાવા મુજબ આગળનો નિર્ણય કરવામાં આવશે.

તેમણે જણાવ્યું કે, બનાસકાંઠા અને વાવ – થરાદ જિલ્લા ખાતે મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરી તથા મદદનીશ મતદાર નોંધણી અધિકારી કચેરી ખાતે કુલ ૨૭ જેટલા હેલ્પ ડેસ્ક કમ ડોક્યુમેન્ટ કલેક્શન સેન્ટર કાર્યરત કરાયા છે. No Mapping વાળા મતદારો આ સેન્ટર ખાતે પોતાના આધાર પુરાવા રજૂ કરી શકશે.

બોક્સ

  • બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાની ૯ વિધાનસભા વિસ્તારમાં કુલ મતદારોની સંખ્યા:- ૨૬,૨૪,૯૫૨
  • ડ્રાફ્ટ રોલમાં સમાવેશ મતદારોની સંખ્યા:- ૨૪,૦૫,૩૨૫
  • ASD મતદારોની સંખ્યા :- ૨,૧૯,૬૨૭ જેમાં ૬૫,૧૨૨ મૃત્યુ, ૨૧,૨૯૧ ગેર હાજર, ૧,૧૧,૭૪૪ મતદારોનું કાયમી સ્થળાંતર નોંધાયું છે.

“પાત્રતા ધરાવતો મતદાર રહી ન જાય, પાત્રતા ન ધરાવતા મતદાર સામેલ ન થાય”



Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading