SCએ જાહેર સ્થળોએથી કૂતરાઓને હટાવવાના દિશા-નિર્દેશ જાહેર કર્યા.

SCએ જાહેર સ્થળોએથી કૂતરાઓને હટાવવાના દિશા-નિર્દેશ જાહેર કર્યા.

 

સર્વોચ્ચ ન્યાયાલયે રઝળતા કૂતરાઓના વધતા જોખમથી જાહેર સ્થળોને સુરક્ષિત રાખવા અને રાજમાર્ગો પરથી રઝળતા પશુઓ તથા અન્ય જાનવરોને હટાવવા આજે અનેક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. સર્વોચ્ચ ન્યાયાલયે રઝળતા કૂતરાઓના વધતા જોખમથી જાહેર સ્થળોને સુરક્ષિત રાખવા અને રાજમાર્ગો પરથી રઝળતા પશુઓ તથા અન્ય જાનવરોને હટાવવા આજે અનેક દિશા-નિર્દેશ જાહેર કર્યા છે. ન્યાયમૂર્તિ વિક્રમ નાથ, ન્યાયમૂર્તિ સંદીપ મેહતા અને ન્યાયમૂર્તિ એન.વી. અંજારિયાની ખંડપીઠે દેશમાં રઝળતા કૂતરાઓના વ્યવસ્થાપન સંબંધિત સ્વતઃ સંજ્ઞાન કેસની સુનાવણી દરમિયાન દરેક શૈક્ષણિક સંસ્થા, હોસ્પિટલ, જાહેર રમતગમત સંકુલ, બસ સ્ટેન્ડ અને રેલવે સ્ટેશનો પર રઝળતા કૂતરાઓના પ્રવેશને રોકવા યોગ્ય રીતે વાડ લગાવવાના નિર્દેશ આપ્યા છે. ન્યાયાલયે પશુ જન્મ નિયંત્રણ નિયમ, 2023 હેઠળ સ્થાનિક નગર નિગમોને આવી જગ્યાઓથી પશુઓને નિયમિતપણે ઉઠાવી, જરૂરી રસીકરણ અને નસબંધી કર્યા બાદ નિયત આશ્રયસ્થળો પર મોકલવાનો આદેશ આપ્યો છે. શીર્ષ ન્યાયાલયે કહ્યું કે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્ય સચિવોએ આનું કડક પાલન સુનિશ્ચિત કરાવવું. નહીં તો આ અધિકારીઓ વ્યક્તિગત રીતે જવાબદાર ગણાશે. સર્વોચ્ચ ન્યાયાલયને આ દિશા-નિર્દેશોના અમલ અંગે લીધેલા પગલાં વિશે આઠ અઠવાડિયામાં અનુપાલન અહેવાલ સોંપવામાં આવશે.   આ પહેલાં સર્વોચ્ચ ન્યાયાલયે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા પશુ જન્મ નિયંત્રણ નિયમોમાં ઢીલાઈ દાખવવા પર નારાજગી વ્યક્ત કરી હતી.

https://youtu.be/FEAw6zyiLNo?si=RuWlCN0YbcSqiBfK


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading