કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવીયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે: શ્રી વિકાસ સહાય

કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવીયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે: શ્રી વિકાસ સહાય

રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક

રાજ્યના તમામ શહેર-જિલ્લાના એક્શન પ્લાન બાબતે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે  વીડિયો કોન્ફરન્સના માધ્યમથી યોજી સમીક્ષા બેઠક કાયદો-વ્યવસ્થા, મહિલા સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા ઉપરાંત પોલીસ રિસ્પોન્સ અને પોલીસ બીહેવીયર ઉપર વિશેષ ભાર મૂકવામાં આવશે: શ્રી વિકાસ સહાય

 

શી ટીમ ટ્રેડિશન ડ્રેસમાં વોચ રાખશે: સંવેદનશીલ વિસ્તારો તેમજ અવાવરુ વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ સઘન રાખવા સૂચના: વધારાની ૧૬ એસઆરપી કંપનીઓ અને બે સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી નવરાત્રીના પાવન પર્વને ધ્યાનમાં રાખીને આજે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે વિડિયો કોન્ફરન્સ દ્વારા તમામ શહેરના પોલીસ કમિશનરશ્રી, જિલ્લા પોલીસ વડાશ્રી અને રેન્જ વડાશ્રી સાથે સમીક્ષા બેઠક યોજી હતી. આ બેઠકમાં નવરાત્રી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટેની પોલીસની તૈયારીઓ અને વ્યવસ્થાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન ચાર મુખ્ય બાબતો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવા રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે સૂચના આપી છે.

કાયદો અને વ્યવસ્થા નવરાત્રી દરમિયાન રાજ્યભરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસને મજબૂત વ્યવસ્થા ગોઠવવાની સૂચના આપવામાં આવી છે. આ માટે, ૧૬ વધારાની એસઆરપી કંપનીઓ અને બે સ્ટેટ એક્શન ફોર્સની ટુકડીઓ ફાળવવામાં આવી છે. તે ઉપરાંત સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ અને વાહન પેટ્રોલિંગ વધારવા પર ભાર મૂકવામાં આવ્યો છે. મહિલા સુરક્ષા મહિલાઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે શી ટીમને સક્રિય કરવામાં આવી છે. આ ટીમના મહિલા પોલીસકર્મીઓ ગરબા ગ્રાઉન્ડ અને અન્ય ભીડભાડવાળી જગ્યાએ વોચ માટે ટ્રેડિશનલ ડ્રેસમાં તૈનાત રહેશે, જેથી છેડતી કે અન્ય કોઈ અનિચ્છનીય ઘટના ન બને. આ ઉપરાંત, કોઈ પણ આકસ્મિક જરૂરિયાતના સમયે ગુજરાત પોલીસના પ્રોજેક્ટ જનરક્ષક 112 પર ફોન કરીને તાત્કાલિક પોલીસ મદદ મેળવી શકાશે. ટ્રાફિક મેનેજમેન્ટ નવરાત્રી દરમિયાન ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે સતત એલર્ટ રહેવા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. તે ઉપરાંત તહેવાર દરમિયાન ટ્રાફિક વ્યવસ્થાપન માટે વધારાનો સ્ટાફ પણ ફાળવવામાં આવ્યો છે. આ ટીમો ટ્રાફિકનું સુચારૂ સંચાલન કરશે જેથી વાહનચાલકો અને રાહદારીઓને કોઈ અગવડ ન પડે. પોલીસ રિસ્પોન્સ અને વર્તન તહેવારોના સમયમાં મોડી રાત્રે પણ નાગરિકોની અવરજવર વધુ રહે છે, ત્યારે કોઈપણ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ સતર્ક રહેશે. કોઈ ઘટના બને તો તાત્કાલિક મદદ મળી રહે તે માટે ક્વિક રિસ્પોન્સ માટે સજ્જ રહેવા તમામ પોલીસ કંટ્રોલ રૂમમાં સૂચનાઓ આપવા જણાવ્યું છે.એટલું જ નહીં, સિનિયર પોલીસ અધિકારીઓને કંટ્રોલ રૂમમાં હાજર રહેવાની પણ સૂચના આપવામાં આવી છે. સાથે જ, નાગરિકો સાથે પોલીસનું વર્તન સુયોગ્ય રહે અને તેઓ સુરક્ષિત અનુભવે તે માટે પણ કડક સૂચનાઓ આપવામાં આવી છે.

 

 

 


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading