પાલનપુર ખાતે નવા આર ટી ઓ સર્કલ પર આવેલ એવિલેટેડ બ્રિજ પર એક ગાળાના એક્સપાન્શન જોઇન્ટના વેલ્ડિંગમાં આંશિક નુકશાન થવાને કારણે વધુ નુકશાન ન થાય તે હેતુએ સદર એક્સપાન્શન જોઇન્ટને નીકાળી તેને પરત મરામત કરવાની કામગીરી હાલ પ્રગતિમાં છે. જેની નોંધ વાહન ચાલકોને લેવા વિનંતી છે. આ મરામત બ્રીજની નિયમિત જાળવણીનો જ એક ભાગ છે. વધુમાં સદર બ્રિજનો એક તરફનો રસ્તો વાહન વ્યવહાર હેતુ શરૂ જ છે. આ મરામતની કામગીરી ૪-૫ દિવસમાં કરી બ્રિજને શરૂ કરવામાં આવશે.

કાર્યપાલક ઇજનેર
રાષ્ટ્રીય ધોરીમાર્ગ વિભાગ
અમદાવાદ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
