ગુજરાત રાજ્યના 65 માં સ્થાપના દિવસની ઉજવણી
ગુજરાત રાજ્યના 65 માં સ્થાપના દિવસને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યકક્ષાના કાર્યક્રમની ગોધરા ખાતે આજે ઉજવણી કરવામાં આવશે.ગુજરાત રાજ્યના 65 માં સ્થાપના દિવસને રાજ્ય સરકાર દ્વારા ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. રાજ્યકક્ષાના કાર્યક્રમની ગોધરા ખાતે આજે ઉજવણી કરવામાં આવશે.રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવ વ્રત અને મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમજ મંત્રીમંડળના મંત્રીઓની ઉપસ્થિતિમાં ગોધરા ખાતે દિવસ ભર અલગ અલગ કાર્યક્રમો ગુજરાત સ્થાપના દિવસને લઈને યોજાશે.ગોધરા શહેરના છબનપુર ખાતે આવેલા વિશાળ મેદાનમાં પંચમહાલ જિલ્લાને મુખ્યપ્રધાન દ્વારા વિવિધ વિકાસના કાર્યોની ભેટ આપવામાં આવશે.મુખ્યપ્રધાન દ્વારા પંચમહાલ જિલ્લામાં રૂપિયા 800 કરોડથી વધુના વિકાસના કાર્યોનું ઈ લોકાર્પણ અને ઈ ખાતમુહુર્ત કરવામાં આવનાર છે. પંચમહાલ જિલ્લાના પશુપાલકોની જીવાદોરી સમાન પંચામૃત ડેરીના મિલ્ક અને સિમેન પ્લાન્ટનું પણ મુખ્યપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવશે.
ગુજરાત પોલીસ દ્વારા યોજવામાં આવેલા શસ્ત્ર પ્રદર્શન પણ મુખ્ય મંત્રી દ્વારા ખુલ્લું મૂકવામાં આવશે. હાલોલ જીઆઇડીસી ખાતે આવેલ રૂબામીન પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાં લિથિયમ આયર્ન બેટરીના રિસાયકલિંગ પ્લાન્ટનું પણ મુખ્યપ્રધાન દ્વારા લોકાર્પણ કરવામાં આવનાર છે. સાંજે ગોધરા શહેરના બામરોલી રોડ વિસ્તારમાં રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યપ્રધાન દ્વારા ગુજરાત પોલીસના અલગ અલગ વિભાગો દ્વારા કરવામાં આવનાર પરેડનું નિરીક્ષણ કરવામાં આવશે અને સાંજે ગોધરા ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે.
આ કાર્યક્રમ પણ મુખ્યપ્રધાન અને રાજ્યપાલ હાજરી આપશે. સાંસ્કૃતિક કાર્યક્રમ દરમિયાન રાજ્યના વિશિષ્ટ સેવાઓ આપનાર નાગરિકોને એવોર્ડ પણ મુખ્યપ્રધાન દ્વારા એનાયત કરવામાં આવનાર છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply