ગરમીને લઇને હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહીત, કચ્છ,બનાસકાંઠા અને સુરતમાં યેલો અલર્ટ આપવામાં આવી છે.
સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઇ અલર્ટ જાહેર
હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીને લઇ હવામાન વિભાગ દ્વારા એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જે અનુસાર સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ગરમીને લઇ અલર્ટ જાહેર કરવામાં આવી છે,આજે અમદાવાદ સહીત, કચ્છ,બનાસકાંઠા અને સુરતમાં યેલો અલર્ટ આપવામાં આવી છે.
જ્યારે મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને, રાજકોટમાં પણ યેલો અલર્ટ આપવામાં આવી છે. આ સાથે સાથે સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને, ગીર સોમનાથમાં યેલો અલર્ટ અને આવતીકાલે અમદાવાદ સહીત, કચ્છ, બનાસકાંઠા અને, સુરતમાં યેલો અલર્ટ જાહેર કરવામાં આવી છે. આમ આવતીકાલે મોરબી, સુરેન્દ્રનગર, ગાંધીનગર અને, રાજકોટમાં યેલો અલર્ટ અને પોરબંદર, જૂનાગઢ, અમરેલી અને, ગીર સોમનાથમાં યેલો અલર્ટ આપવામાં આવી છે અમદાવાદમાં 38.7 ડિગ્રી તાપમાન રહ્યું છે આજે અમદાવાદમાં 40 ડિગ્રી તાપમાન નોંધાવવાની શક્યતા છે, રાજ્યમાં સૌથી વધુ 41.1ડિગ્રી તાપમાન રાજકોટમાં રહ્યું હતુ.
સુરેન્દ્રનગરમાં 40.5 ડિગ્રી તાપમાન રહ્યું હતું આવનારા ત્રણ દિવસ દરમિયાન તાપમાનમાં સતત વધારો થશે .અને ત્રણ દિવસ બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે ત્રીજા દિવસે કચ્છ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, રાજકોટ અને દીવમાં ઉષ્ણ લહેર સાથે યેલો અલર્ટ આપવામાં આવી છે
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply