શ્રાદ્ધ પક્ષ નિમિત્તે બજરંગીસેના રામરોટીમાં સેન્ડવિચ-ઢોકળાનો પ્રસાદ અર્પણ

📰 પવન એક્સપ્રેસ

શ્રાદ્ધ પક્ષ નિમિત્તે બજરંગીસેના રામરોટીમાં સેન્ડવિચ-ઢોકળાનો પ્રસાદ અર્પણ

સ્વ. સમદરબેન, સ્વ. મુકેશભાઈ (પીર) અને સ્વ. કાજલબેન દિનેશભાઈ ઠાકોરના પરિવાર દ્વારા સેવાકાર્ય

હિન્દુ ધર્મમાં પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ પક્ષનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. માન્યતા મુજબ શ્રાદ્ધના આ પવિત્ર દિવસોમાં પિતૃદેવના સ્મરણ સાથે તેમના નામે અન્નદાન, ભોજન તથા દાન-પુણ્ય કરવામાં આવે છે. આજથી શરૂ થયેલા શ્રાદ્ધ પક્ષ નિમિત્તે વિવિધ પરિવારો દ્વારા પિતૃઓની સ્મૃતિમાં સેવાકાર્યો કરવામાં આવી રહ્યા છે.

આ અંતર્ગત સ્વ. સમદરબેન દિનેશભાઈ ઠાકોર, સ્વ. મુકેશભાઈ (પીર) દિનેશભાઈ ઠાકોર તથા સ્વ. કાજલબેન દિનેશભાઈ ઠાકોરના પરિવાર દ્વારા બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા સંચાલિત ‘ભૂખ્યાને ભોજન – રામરોટી’ સેવાકાર્યમાં સેન્ડવિચ-ઢોકળાનો પ્રસાદ અર્પણ કરવામાં આવ્યો હતો.

બજરંગીસેના સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ અને ભૂખ્યા લોકો માટે નિયમિત રીતે ભોજનની સેવા કરવામાં આવે છે. ટ્રસ્ટનું આ સેવાકાર્ય કાર્યકર્તા મિત્રો તેમજ દાતાશ્રીઓના સહયોગ અને યોગદાનથી સતત ચાલી રહ્યું છે.

શ્રાદ્ધ પક્ષના પવિત્ર દિવસોમાં પિતૃઓની સ્મૃતિમાં કરવામાં આવેલ આ અન્નસેવા માનવસેવા સાથે જોડાયેલું સુંદર સેવાકાર્ય બની રહ્યું છે.

આ સુંદર સેવા આયોજન બદલ બજરંગીસેના સેવા ટ્રસ્ટ પરિવાર દ્વારા દાતાશ્રીના સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

📰 પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
મો. 9998579515


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading