📰 પવન એક્સપ્રેસ
અંબાજી ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬ દરમિયાન જિલ્લા માહિતી કચેરીની રાઉન્ડ ધ ક્લોક કામગીરી
જિલ્લા માહિતી કચેરી પાલનપુર અને પત્રકાર મિત્રો દ્વારા માઁ અંબાના ધામે ધજા ચડાવવામાં આવી







પાલનપુર/અંબાજી : શક્તિપીઠ અંબાજી ખાતે તા. ૨૦ થી ૨૬ સપ્ટેમ્બર દરમિયાન યોજાયેલા ભાદરવી પૂનમ મહામેળો-૨૦૨૬નું માઁ અંબાની કૃપાથી સુખરૂપ સમાપન થતાં જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા પત્રકાર મિત્રો સાથે અંબાજી ખાતે માઁ અંબાને ધજા ચડાવી આશીર્વાદ મેળવવામાં આવ્યા હતા.
ભાદરવી પૂનમ મહામેળા દરમિયાન જિલ્લા માહિતી કચેરી, પાલનપુર દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી માટે રાઉન્ડ ધ ક્લોક સેવા આપવામાં આવી હતી. મેળાના કવરેજ માટે આવતા રાજ્ય, જિલ્લા તેમજ અંબાજીના સ્થાનિક પત્રકારો સાથે સતત સંકલન જાળવી મેળાની પળે પળની માહિતી વિવિધ માધ્યમો સુધી પહોંચાડવા માટે સુદૃઢ વ્યવસ્થા કરવામાં આવી હતી.
મેળા દરમિયાન વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવેલી વિવિધ વ્યવસ્થાઓ, યાત્રાળુઓ માટેની સુવિધાઓ, ધાર્મિક કાર્યક્રમો તેમજ વિવિધ વિભાગોની કામગીરીને પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા માધ્યમો દ્વારા જનજન સુધી પહોંચાડવામાં આવી હતી.
જિલ્લા વહીવટીતંત્ર દ્વારા ભાદરવી પૂનમ મહામેળાની સુચારુ વ્યવસ્થા માટે વિવિધ કમિટીઓની રચના કરવામાં આવી હતી. જેમાં સમગ્ર મેળાના પ્રચાર-પ્રસારની કામગીરી જિલ્લા માહિતી કચેરી, પાલનપુરને સોંપવામાં આવી હતી. મેળાના પ્રારંભ પૂર્વેથી જ પ્રિ-પબ્લિસિટી, મીડિયા મેનેજમેન્ટ તથા રાજ્ય, જિલ્લા અને પ્રાદેશિક કક્ષાના મીડિયા સાથે સંકલનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.
મેળાના સાતેય દિવસ દરમિયાન પત્રકાર મિત્રો માટે જરૂરી માહિતી, વિગતો અને સુવિધાઓ ઉપલબ્ધ કરાવી તંત્ર તથા મીડિયા વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવવામાં આવી હતી.
આ પ્રસંગે જિલ્લા માહિતી કચેરી, પાલનપુરના નાયબ માહિતી નિયામકશ્રી કુલદીપ પરમારની અધ્યક્ષતામાં કચેરીના સ્ટાફ, પ્રિન્ટ તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ અને અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રોએ અંબાજી ખાતે પદયાત્રા યોજી માઁ અંબાના મંદિરે ધજા ચડાવી હતી. ધજારોહણ પ્રસંગે સૌએ માઁ અંબાના આશીર્વાદ મેળવી આગામી સમયમાં પણ જનસેવા અને માહિતી-પ્રસારની કામગીરીને વધુ વેગવાન બનાવવાનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
જિલ્લા માહિતી કચેરી દ્વારા **“પ્રચારથી સેવા, પ્રસાર થકી વિશ્વાસ અને પ્રતિબદ્ધતા”**ના ભાવ સાથે મેળા પૂર્વેથી જ પ્રિ-પબ્લિસિટી તથા મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક પ્રચાર-પ્રસારની કામગીરી કરવામાં આવી હતી. તંત્રની વિવિધ કામગીરી અને યાત્રાળુઓ માટેની સુવિધાઓની તથ્યલક્ષી માહિતી જનસમુદાય સુધી પહોંચાડવામાં આવી હતી.
આ ધજારોહણ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી અમદાવાદના સંયુક્ત માહિતી નિયામકશ્રી અમિત ગઢવી, પ્રાદેશિક માહિતી કચેરી રાજકોટના સંયુક્ત માહિતી નિયામકશ્રી મિતેષ મોડાસિયા, નાયબ માહિતી નિયામકશ્રી હિમાંશુભાઈ ઉપાધ્યાય, નાયબ માહિતી નિયામકશ્રી જીગર ખૂંટ, જિલ્લા માહિતી કચેરી પાલનપુરનો સ્ટાફ, વર્તમાનપત્રો તથા ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓ, વરિષ્ઠ પત્રકારો તેમજ અંબાજીના સ્થાનિક પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
તસવીર અહેવાલ : પવન એક્સપ્રેસ
📰 પવન એક્સપ્રેસ
તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
મો. 9998579515
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
