સાયન્સ કોલેજ પાલનપુર ના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે ની ઉજવણી કરવામાં આવી.

સાયન્સ કોલેજ પાલનપુર ના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે ની ઉજવણી કરવામાં આવી. આર.આર મહેતા કોલેજ ઓફ સાયન્સ એન્ડ સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ ના માઇક્રોબાયોલોજી વિભાગ દ્વારા વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે ની ઉજવણી કરવામાં આવી. જેમાં પ્રથમ ,દ્વિતીય અને તૃતીય વર્ષના ૯૫ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. આ દિવસ ની ઉજવણી અંતર્ગત નેચર ફોટોગ્રાફી સ્પર્ધા અને બાયોવોક નું આયોજન કરવામાં આવ્યું હતું. માઇક્રોબાયોલોજી વિભાગના વડા ડો.સાલેહા મેમણ દ્વારા વર્લ્ડ કન્ઝર્વેશન ડે ની ઉજવણી કેમ કરવામાં આવે છે, બાયોડાઈવર્સિટીની સાચવણી કેવી રીતે કરી શકાય, તેનાથી વિદ્યાર્થીઓને માહિતગાર કર્યા હતા. પ્રેઝન્ટેશનને અંતે વિદ્યાર્થીઓ પાસે બાયોડેવર્સિટી તેમજ પ્રકૃતિની સાચવણી માટે પ્રતિજ્ઞા લેવડાવી હતી. નેચર ફોટોગ્રાફી સ્પર્ધામાં વિદ્યાર્થીઓએ કોલેજ પરિસર માંથી પ્રકૃતિ તેમજ જૈવ વિવિધતા નું અવલોકન ફોટોગ્રાફી દ્વારા કરવામાં આવ્યું. વિદ્યાર્થીઓ પ્રકૃતિને કેવી રીતે અનુભવે છે, સમજે છે અને જોવે છે જે સર્જનાત્મક રીતે ફોટો દ્વારા રજૂ કર્યું હતું. એની સાથે તેમના દરેક ફોટો પ્રકૃતિ પ્રત્યેની તેમની અનોખી દૃષ્ટિ, લાગણી અને સંદેશને પ્રતિબિંબિત કરતા હતા. બાયોવોકની અંદર વિદ્યાર્થીઓને કોલેજ પરિસર તેમજ બોટનિકલ ગાર્ડનની વિઝીટ કરાવવામાં આવી, જેમાં વિદ્યાર્થીઓને પરિસરમાં ભેગા થયેલ કચરાનું વિઘટન કેવી રીતે કરી શકાય, માટીમાં રહેલ અસંખ્ય સૂક્ષ્મ જીવોનું લેબ ની અંદર આયસોલેશન કેવી રીતે કરી શકાય, પ્રકૃતિ એ જીવનનું અવિભાજ્ય અંગ છે. પ્રકૃતિમાં રહેલા દરેક જીવંત તત્વો વૃક્ષ, છોડ, પ્રાણીઓ,પક્ષીઓ,જીવજંતુઓ, સૂક્ષ્મ જીવો અને માનવ એકબીજા સાથે ગાઢ રીતે જોડાયેલા છે આ પરસ્પર સંબંધને કારણે જ પર્યાવરણનું સંતુલન જળવાઈ રહે છે આ કડી પણ એમને સમજાવવામાં આવી હતી, પ્રકૃતિ એ તમામ જીવ સૃષ્ટિનો આધાર છે. પ્રકૃતિ સાથે શુદ્ધ હવા, પાણી, ખોરાક, ઔષધીય છોડ,સ્વસ્થ જીવન અને બીજા ઘણા જરૂરી એવા કુદરતી સંસાધનો જોડાયેલા છે. પ્રકૃતિનું રક્ષણ એટલે આપણા જીવન અને આવનારી પેઢીના ભવિષ્યનો રક્ષણ આવી સમજ વિદ્યાર્થીઓ આપવામાં આવી હતી. કાર્યક્રમનું આયોજન કોલેજના આચાર્યશ્રી ડો.વાય.બી.ડબગર , માઇક્રોબોલોજી વિભાગના વડા ડો.સાલેહા મેમણ, પ્રો.માર્ગી પટેલ અને વિલાસ ચૌધરી ના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું. સમસ્ત કાર્યક્રમ ની ફોટોગ્રાફી ટી.વાય.બી.એસ સી ના વિધાર્થી વંશ અને કિરણ દ્વારા કરવામાં આવી હતી.

અહેવાલ: ભીખાલાલ પ્રજાપતિ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading