બનાસકાંઠાના એકલવ્ય પરમારે IIT હૈદરાબાદમાં મેળવી પ્રવેશ
JEE એડવાન્સમાં OBC કેટેગરીમાં 3407 રેન્ક સાથે સિદ્ધિ; સમગ્ર બનાસકાંઠા અને માળી સમાજ માટે ગૌરવની ક્ષણ
બનાસકાંઠાના પ્રતિભાશાળી વિદ્યાર્થી એકલવ્ય જનમભાઈ પરમારે દેશની પ્રતિષ્ઠિત JEE Advanced પરીક્ષામાં OBC કેટેગરીમાં 3407 રેન્ક મેળવી IIT Hyderabadમાં પ્રવેશ મેળવી સમગ્ર બનાસકાંઠા જિલ્લો અને માળી સમાજનું ગૌરવ વધાર્યું છે.
એકલવ્ય, પિતા જનમભાઈ અને માતા જાગૃતિબેનના સુપુત્ર છે. તેમણે વિદ્યામંદિર શાળામાંથી ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહનો અભ્યાસ પૂર્ણ કરીને પોતાની મહેનત, આત્મવિશ્વાસ અને સતત પરિશ્રમના બળે દેશની અગ્રણી ઇજનેરી સંસ્થામાં સ્થાન મેળવ્યું છે.
એકલવ્યની આ સિદ્ધિ માત્ર તેમના પરિવાર માટે જ નહીં, પરંતુ સમગ્ર બનાસકાંઠા જિલ્લાના વિદ્યાર્થીઓ માટે પણ પ્રેરણારૂપ બની છે. સામાન્ય પરિવારમાંથી સતત મહેનત, શિસ્ત અને યોગ્ય માર્ગદર્શનના આધારે રાષ્ટ્રીય સ્તરે સફળતા મેળવી શકાય છે, તેનું એકલવ્ય જીવંત ઉદાહરણ બન્યા છે.
આ પ્રસંગે પરિવારજનોમાં આનંદની લાગણી છવાઈ ગઈ છે. શિક્ષકો, મિત્રવર્તુળ, સમાજના આગેવાનો અને શુભેચ્છકોએ એકલવ્યને અભિનંદન પાઠવી તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ વ્યક્ત કરી છે.
એકલવ્ય પરમારને “પાલનપુર સમાચાર” પરિવાર તરફથી હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ કારકિર્દી માટે ખૂબ ખૂબ શુભકામનાઓ.
“સપના મોટા રાખો, મહેનત નિષ્ઠાથી કરો અને આત્મવિશ્વાસ ક્યારેય ન ગુમાવો—સફળતા ચોક્કસ તમારા પગ ચૂમશે.”
અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
