બનાસકાંઠા અને વાવ-થરાદ રોજગાર કચેરીનો સરાહનીય પ્રયાસ: સરહદી ગામ ચંદનગઢ ખાતે રોજગાર ભરતીમેળો યોજાયો

બનાસકાંઠા અને વાવ-થરાદ રોજગાર કચેરીનો સરાહનીય પ્રયાસ: સરહદી ગામ ચંદનગઢ ખાતે રોજગાર ભરતીમેળો યોજાયો


વાવ – થરાદના ચંદનગઢ ખાતે યોજાયેલા રોજગાર ભરતીમેળામાં સુઝુકી મોટર્સ અને મીંડા લાઈટીંગ દ્વારા ૫૧ યુવાનોની રોજગારી માટે પસંદગી કરાઈ


બનાસકાંઠા અને વાવ – થરાદ જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે સરહદી વિસ્તારના બેરોજગાર યુવાનોને રોજગારી પૂરી પાડવાના હેતુથી એક વિશેષ રોજગાર ભરતીમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. વાવ-થરાદ જિલ્લાના ધરણીધર તાલુકાના ચંદનગઢ ગામ ખાતે યોજાયેલા આ ભરતીમેળામાં ખ્યાતનામ નોકરીદાતાઓ ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મીંડા લાઈટીંગ પ્રાઈવેટ લિમિટેડ (વિઠલાપુર) અને સુઝુકી મોટર્સ ગુજરાત પ્રાઈવેટ લિમિટેડ (બેચરાજી)ના પ્રતિનિધિઓએ હાજર રહી ઉમેદવારોની યોગ્યતા ચકાસી હતી.

આ રોજગાર ભરતીમેળામાં સમગ્ર વિસ્તારમાંથી કુલ ૭૫ ઉત્સાહી ઉમેદવારોએ ભાગ લીધો હતો. જે અંતર્ગત યોજાયેલી ઇન્ટરવ્યૂ પ્રક્રિયાના અંતે કુલ ૫૧ લાયક ઉમેદવારોની રોજગારી માટે પ્રાથમિક પસંદગી કરવામાં આવી હતી. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુર રોજગાર કચેરી તેમજ ચંદનગઢ પ્રાથમિક શાળાના સ્ટાફ પરિવારે જહેમત ઉઠાવી ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી તેમ જિલ્લા રોજગાર અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.



Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading