પાલનપુર ખાતે ગૌ રક્ષક ટીમ દ્વારા સતર્કતા અને બહાદુરી દાખવી 13 અબોલ જીવોને બચાવવામાં સફળતા મળી છે.

પાલનપુર ખાતે ગૌ રક્ષક ટીમ દ્વારા સતર્કતા અને બહાદુરી દાખવી 13 અબોલ જીવોને બચાવવામાં સફળતા મળી છે.

મળતી માહિતી મુજબ, ગૌ રક્ષક પાલનપુરના કાર્યકર્તાઓ અરવિંદભાઈ ચૌધરી અને પ્રકાશ બોરેશા રોડ પર હાજર હતા ત્યારે એક ટ્રક નંબર GJ 08 AU 7257 શંકાસ્પદ હાલતમાં પસાર થતો જોવા મળ્યો હતો. ટ્રક પર શંકા જતા બંનેએ પોતાનો જીવ જોખમમાં મૂકી ટ્રકનો પીછો કર્યો અને ટ્રાફિક રોકાવીને ટ્રકને અટકાવ્યો હતો.
ટ્રકની તપાસ કરતા અંદર ખીચોખીચ અબોલ પશુઓ ભરેલા જોવા મળ્યા હતા. ઘટનાની તાત્કાલિક જાણ 112 પર કરવામાં આવતા પોલીસ વાન સ્થળ પર પહોંચી અને ટ્રકને કબજે લઈ પોલીસ સ્ટેશન ખાતે લઈ જવામાં આવ્યો હતો.
પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરી દરમિયાન કુલ 13 અબોલ જીવોને બચાવીને તેમને ડીસા કાંટ પાંજરાપોળ ખાતે સુરક્ષિત રીતે મુકવામાં આવ્યા હતા.
ગૌ રક્ષક ટીમની સતર્કતા અને હિંમતને સ્થાનિક લોકો દ્વારા પ્રશંસા કરવામાં આવી રહી છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading