પાલનપુરમાં દિલ્હી ગેટ પાસે પાર્કિંગમાં ગાડીઓ આગમાં ભભૂકી ઊઠી.

પાલનપુરમાં દિલ્હી ગેટ પાસે આવેલ એક ખુલ્લા પાર્કિંગમાં અંદાજે ત્રણ વાહનો માં આગ લાગી હતી આ ઘટનામાં એક કાર અને એક જીપ સંપૂર્ણપણે બળીને ખાપ થઈ ગઈ હતી સદનસીબે કોઈ જાનહાનિ થઈ ન હતી.
પાલનપુર માં આવેલ દિલ્હી ગેટકી સંજય ચોક અમીર રોડ પર આવેલા ડીપી પાસે ખુલ્લામાં આ ઘટના બની હતી આગમાં લાગવાને કારણે આકાશમાં ધુમાડાના ગોટેગોટા છવાઈ ગયા હતા જેને પગલે આસપાસના લોકોના ટોળેટોળા ઘટના સ્થળે ઉંટી પડ્યા હતા.

પાલનપુર ફાયર સ્ટેશનને બપોરે આશરે 12 વાગ્યાની આસપાસ આગ લાગ્યા નો કોલ મળ્યો હતો . ફાયર અધિકારી રોહિતભાઈ એ જણાવ્યું કે માહિતી મળતા જ પાર્ટીમાં તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને ફાયર ફાઈટરોએ અડધાથી પોણા કલાકની જેહમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.
આગની ઘટનાને લઇ પાલનપુર ની બજાર ના ભરચક વિસ્તારમાં વપરાતા પ્રેમ મચી જવા પામી હતી ઘટના સ્થળે પોલીસ ફાયર વિભાગ અને પીજીવીસીએલની ટીમો પહોંચી હતી જોકે આ કયા કારણોસર લાગી તે અંગે હજુ તપાસ ચાલુ છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
