વડગામ તાલુકા ના પાંચડા ખાતે HPV રસીકરણ આપવાનો કાર્યક્રમ યોજાયો.

અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ
બનાસકાંઠા જિલ્લાના પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે માન. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૬ થી મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સર સામે રક્ષણ આપતી રસી HPV નો શુભારંભ કરાવેલ છે.જે ગુજરાતમાં પણ માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ દ્વારા આ રસીકરણ અભિયાનનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવેલ છે.
આ રસીકરણ કાર્યક્રમ વડગામ તાલુકાના પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવ્યો હતો. ભારતમાં મહિલાઓમાં ગર્ભાશયના મુખના કેન્સર તમામ નોંધાતા કેન્સરમાં બીજા સ્થાને છે આ ગંભીર બીમારી સામે મહિલાઓને રક્ષણ મળે તે માટે 14 વર્ષની દીકરી (14 મો જન્મ દિવસ ઉજવ્યો અને 15 મો બાકી હોય)ના માટે રસીકરણ સુનિશ્ચિત કરેલ છે.
આ કાર્યના શુભારંભ પ્રસંગે ગૌરવપૂર્ણ ઉપસ્થિતિમાં ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચા પ્રદેશ આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી મુકેશભાઈ દરજી પાંચડા, વડગામ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી લાલાજી ઠાકોર, વડગામ તાલુકા ભાજપા મંત્રી શ્રી ભોપાલસિંહજી ડાભી અંધારિયા, વડગામ તાલુકા ભાજપ કિસાન મોરચા મહામંત્રી શ્રી કિરણભાઈ ચૌધરી, વડગામ તાલુકા ભાજપ કાલેડા જીલ્લા પંચાયત સીટ ભાજપ ઇન્ચાર્જ શ્રી જીરાલાભાઈ, પાંચડા સરપંચ શ્રી સીતાબેન મુકેશજી ઠાકોર, ભાજપ યુવા અગ્રણી શ્રી મનુભા ડાભી, રોગી કલ્યાણ સમિતિ અધ્યક્ષ શ્રી રામજીભાઈ ચૌધરી, પાંચડા ગ્રામ પંચાયત સભ્ય સમુબેન માનસંગજી ઠાકોર, શ્રી પ્રવિણજી ઠાકોર,
પાંચડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસર શ્રી આશિષભાઇ રાઠોડ, આયુષ મેડિકલ ઓફિસર શ્રી નરેશભાઈ પરમાર, નર્સ બહેનો, આશા વર્કર બહેનો, આરોગ્ય સ્ટાફ વગેરે ઉપસ્થિત રહયા હતા.
ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું.
ફિમેલ હેલ્થ સુપર વાઈજર શ્રીમતી મધુબેન રાવલ, મેલ હેલ્થ સુપરવાઈઝર શ્રી દિનેશસિંહ રાજપૂત અને મેલ હેલ્થ વર્કર શ્રી રજનીભાઇ કટારીયા વગેરે કાર્યક્રમનું સફળ સંચાલન કર્યું હતું. ઉપસ્થિત દીકરીઓને નાસ્તો આપી રસીકરણ કરવામાં આવ્યું અને રસી લેનાર લાભાર્થીઓને ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
