શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિરના વર્ષ ૧૯૯૯ ની બેચના ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા સ્કૂલમાંથી અલગ થયે ૨૭ વર્ષ પછી યોજાયેલ સ્નેહ મિલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વહેંચી યાદોની સફર..

પાલનપુર શહેરની શિક્ષણ ક્ષેત્રે પ્રતિષ્ટિત સંસ્થા શ્રી વિવિધલક્ષી વિદ્યામંદિરના વર્ષ ૧૯૯૯ ની બેચના ભૂતપૂર્વ વિધાર્થીઓ દ્વારા સ્કૂલમાંથી અલગ થયે ૨૭ વર્ષ પછી યોજાયેલ સ્નેહ મિલનમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ વહેંચી યાદોની સફર..


બાલારામ નજીક ” હેવન વિલા રિસોર્ટ ” માં તા.૩૧/૦૧/૨૦૨૬ થી ૦૧/૦૨/૨૦૨૬ દરમિયાન યોજાયલ સ્નેહ મિલન દ્વારા એક યાદગાર સ્નેહમિલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમય બદલાયો પણ મિત્રતા આજે પણ એજ… શીર્ષક હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ૨૭ વર્ષો પછી પણ દેશના અલગ-અલગ રાજ્યોમાં સ્થાયી થયેલ વિદ્યાર્થીઓએ તેમના વ્યસ્ત જીવનમાંથી પોતાના સ્કુલ બેચ ના જુના મિત્રો માટે કીમતી સમય ફાળવી મિત્રો એકબીજાને મળતા વાતાવરણ અત્યંત ભાવુક અને ઉત્સાહસભર બની ગયું હતું.
સ્નેહ મિલનમાં વિદ્યાર્થીઓએ શાળા સમયના જૂના ફોટા અને કિસ્સાઓ શેર કરીને બાળપણની યાદો તાજી કરી હતી. આ ઉપરાંત જૂના મિત્રો દ્વારા ગીત, સંગીત,ટ્રેકિંગ અને મિમિક્રીના કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા તેમજ ભોજન અને ગપસપ: સૌ મિત્રોએ સાથે મળીને ભોજન લીધું હતું અને પોતાના વ્યવસાયિક તથા વ્યક્તિગત જીવનના અનુભવો વહેંચ્યા હતા.
આ કાર્યક્રમના અંતે તમામ મિત્રોએ ભવિષ્યમાં પણ એકબીજાના સંપર્કમાં રહેવા અને સામાજિક સેવાના કાર્યોમાં સહયોગ આપવાનો સંકલ્પ કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે પાલનપુરના સ્થાનિક ભૂતપૂર્વ વિધાર્થીઓ ડો.રાજીવ પટેલ, ડો.ગુજન પટેલ,ડો.પરિંદ મેવાડા,ડો. જીગર લાલવાણી, મેહુલ અગ્રવાલ,ધર્મેશ મોદી,યોગેશ પરમાર, મેહુલ સોલંકી, પારસા લોહાણી,વિપુલ ચૌધરી,દીપક પ્રજાપતિ,મનીષા નાઈ તથા અન્ય મિત્રોએ ભારે જહેમત ઉઠાવી હતી અથાગ મહેનત અને પ્રયત્નોથી દરેક વિધાર્થી તથા વિધાર્થીનીઓને તમામ પ્રકારની સુવિધાઓ પૂરી પાડી ને કાર્યક્રમને યાદગાર બનાવેલ હતો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading