નરાધમ મૌલવીની કરતૂત: હિન્દુ મહિલા પર દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ
નરાધમ મૌલવીની કરતૂત: લગ્નની લાલચ આપી હિન્દુ મહિલાને બોલાવી, અર્ધ બેભાન હાલતમાં દુષ્કર્મ આચરી ધર્મ પરિવર્તન માટે કર્યું દબાણ
ભરૂચના અંકલેશ્વર નજીકના છેવાડાના ગામમાંથી એક ચોંકાવનારી અને ગંભીર ઘટના બહાર આવી છે. મદ્રેસાના મૌલવી દ્વારા હિંદુ મહિલાને લગ્નની લાલચ આપી, ધર્માંતરણની ધમકી આપી અને તેની ઇચ્છા વિરુદ્ધ દુષ્કર્મ કરવાનો આરોપ પાનોલી પોલીસ સમક્ષ નોંધાયો છે. પોલીસએ તાત્કાલિક કાર્યવાહી હાથ ધરી મૌલવી અઝ્વદ બેમાતની ધરપકડ કરી છે.
મળતી માહિતી મુજબ, પીડિત હિંદુ મહિલાનું મૌલવી સાથે ઓળખાણ તેના જ બહેનપણી મારફતે થઈ હતી. ત્યાર બાદ મૌલવી મહિલાને વારંવાર મેસેજ કરતો અને ફોન પર વાતચીત કરતો અને નજીક આવવાનો પ્રયાસ કરતો રહેતો હતો. આરોપીએ મહિલાને લગ્નની લાલચ આપી અનેકવાર મુલાકાતો કરી હતી અને અંતે લગ્ન કરવા દબાણ પણ કર્યું હતું.
9 નવેમ્બરનાં રોજ, મૌલવીએ મહિલાને પોતાના મદ્રેસા નજીકના રહેણાંક મકાનમાં બોલાવી હતી. ત્યાં મહિલાને પાણી પીવડાવવામાં આવ્યું હતું, જેના કારણે તે અર્ધ બેભાન જેવી થઈ ગઈ હતી. આ સ્થિતિનો લાભ લઈ આરોપીએ તેની મરજી વિરુદ્ધ બે વખત દુષ્કર્મ કર્યું હતું.
ઘટના બાદ જ્યારે મહિલા ભાનમાં આવી, ત્યારે મૌલવીએ તેને મુસ્લિમ ધર્મ અપનાવવાની ધમકી આપી અને નહિ અપનાવે તો બદનામ કરવાની તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ ગંભીર ધમકી અને અત્યાચારના કારણે મહિલા તાત્કાલિક પાનોલી પોલીસ સ્ટેશન પહોંચીને ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે ફરિયાદના આધારે મૌલવી અઝ્વદ બેમાતને ઝડપી લેવામાં આવ્યો છે અને જરૂરી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે. હાલમાં બંને પક્ષોના તબીબી પરીક્ષણ સહિતની તમામ વૈજ્ઞાનિક તપાસ ચાલી રહી છે.
ભરૂચના એસ.પી. અક્ષય રાજ મકવાણાએ જણાવ્યું કે આરોપીને કડક કાયદાકીય ધોરણે સજા થાય તેની સંપૂર્ણ કાર્યવાહી પારદર્શક રીતે કરવામાં આવી રહી છે. પોલીસ મુજબ, આ કેસને અત્યંત ગંભીરતા સાથે લેવામાં આવ્યો છે અને કોઈપણ દબાણ વિના તપાસ ચાલુ રહેશે.
વીડિયો કેપ્શન : અક્ષય રાજ મકવાણા, એસ.પી, ભરૂચ
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
