*સાયન્સ અને કોમર્સ કોલેજ, પાલનપુર ખાતે ભગવાન બિરસા મુંડાજીની ૧૫૦મી જન્મજયંતિ અંતર્ગત નિબંધ સ્પર્ધા અને ચિત્ર સ્પર્ધા યોજવામાં આવી.
આજ રોજ બનાસકાંઠા ડિસ્ટ્રીક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા કોલેજ ઓફ સાયન્સ અને સી. એલ. પરીખ કોલેજ ઓફ કોમર્સ, પાલનપુર ખાતે સરકારશ્રી દ્વારા તા. 01/11/2025 થી 15/11/2025 સુધી આદિવાસી જાતિના મહાનાયક અને ક્રાંતિકારી ભગવાન બિરસા મુંડાજીની 150 મી જન્મજયંતી “જનજાતિ ગૌરવવર્ષ” ની ઉજવણીના ભાગ રૂપેની માર્ગદર્શિકાનુસાર ભગવાન બિરસા મુંડાજીના જીવન અને એમણે કરેલા દેશહિત માટેના કાર્યો તેમજ ઈતિહાસ અને આદિવાસી પ્રજા માટેના લોકહિત માટેના સરાહનીય પ્રયત્નો વિષયક નિબંધસ્પર્ધા, ચિત્રકળા સ્પર્ધા નું આયોજન સંસ્થા માં કાર્યરત એન. એસ. એસ. યુનિટ દ્વારા કરવામાં આવેલ હતું. જેમાં 18 વિધાર્થીઓ એ ઉત્સાહભેર ભાગ લીધો હતો. સંસ્થાના પ્રિન્સિપાલશ્રી ડૉ. વાય. બી. ડબગર સાહેબે ભાગ લેનાર તમામને શુભેરછાઓ પાઠવી વધુને વધુ પ્રવૃત્તિઓ માં ભાગ લેવા પ્રોત્સાહિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમ નું આયોજન અને સંચાલન એન. એસ. એસ. પ્રોગ્રામ ઓફિસર પ્રા. આર. ડી. વરસાત ના પરોક્ષ માર્ગદર્શન હેઠળ પ્રો. ઓ. ડૉ. અમી પટેલ દ્વારા કરવામાં આવ્યુ હતુ.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
