ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ કરશે શપથ ગ્રહણ
બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે.
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ શપથ ગ્રહણ કરશે
ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે આજે નવું મંત્રીમંડળ શપથ ગ્રહણ કરશે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તમામ મંત્રીઓને શપથ લેવડાવશે. તો બીજી તરફ મહાત્મા મંદિર ખાતે શપથ સમારોહની તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે. સ્ટેજ પર મંત્રીઓના બેસવાથી લઈને હાજર તમામ લોકો માટેની સીટિંગ વ્યવસ્થા કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે, 16 ઓક્ટોબરના રોજ ભૂપેન્દ્ર પટેલ સરકારના તમામ 16 મંત્રીઓએ રાજીનામા આપી દીધા હતા. ગઈકાલે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા અમદાવાદ આવી પહોંચ્યા હતા. આ બદલાવ ભાજપનું મિશન 2027ને અનુલક્ષીને ધ્યાને લેવામાં આવી રહ્યું છે.. પક્ષ આગામી વિધાનસભા પહેલા નવા સમીકરણને પરખવાની તૈયારી કરી રહી છે. માનવામા આવે છે કે આ ફેરફાર દ્વારા ભાજપ રાજ્યમા નવી ઉર્જાસંચાર કરવા ઇચ્છે છે. આ મંત્રીમંડળમાં પક્ષે યુવાનોને મોટી જવાબદારી સોપવાનો સંકેત આપ્યો છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
