વડગામ તાલુકાના પાંચડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ઉજવણી સેવા પખવાડિયા અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો….

વડગામ તાલુકાના પાંચડા ખાતે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ ઉજવણી સેવા પખવાડિયા અંતર્ગત સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો.


આપણા યશસ્વી વડાપ્રધાન માન. શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 મા જન્મદિન નિમિત્તે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી પ્રકાશભાઈ ચૌધરીના માર્ગદર્શન અને સુપરવિઝન હેઠળ તારીખ 17.9.25 થી તારીખ 2.10.25 સુધી “સ્વસ્થ નારી શસકત પરિવાર અભિયાન ” ઉજવણીના ન્યુટ્રિશન પ્રોગ્રામ અંતર્ગત પ્રા.આ. કે.પાંચડા તા. વડગામ ખાતે તા.25.9.25 ના રોજ સઘન તપાસ અને સારવાર કેમ્પનું આયોજન કરવામાં આવેલ હતું. આ કેમ્પમાં આજુબાજુના ગામોની 91 જેટલી સગર્ભા બહેનોને આશા બહેનો અને આરોગ્ય સ્ટાફ દ્વારા લાવવામાં આવેલ. પ્રા. આ. કે.કક્ષાએ ડો. દર્શન કેલા (ગાયનેક) ન્યુ મહેશ્વરી ફિમેલ હોસ્પિટલ પાલનપુર દ્વારા સઘન તપાસ અને સારવાર આપવામાં આવેલ.આ કેમ્પમાં તમામ સગર્ભા બહેનોને ન્યુટ્રિશનયુક્ત ખોરાક આપવામાં આવેલ હતું.તદુપરાંત ઘરે પણ કરી શકે તે માટે પોષણયુક્ત કીટ આપવામાં આવેલ હતી.
દશ લાખ સુધી મફત સારવાર માટે પી.એમ.જે.વાય કાર્ડ કાઠવામાં આવેલ.


આ કેમ્પમાં તાલુકા આરોગ્ય અધિકારી  ડો પ્રકાશભાઈ ચૌધરી હાજર રહી તમામ સગર્ભાને સગર્ભાવસ્થા દરમિયાન જરૂરી આરોગ્ય અને પોષણ માટે, સંસ્થાકીય ડિલિવરી માટે અને ડીલેવરી સમયે કોઈપણ તકલીફ હોય તો આરોગ્ય સ્ટાફ અથવા પોતાનો સંપર્ક કરવા જણાવેલ હતું.જરૂરી પ્રથમ અને બીજી ડીલેવરી વાળી સગર્ભા માટે નમોશ્રી અને પી.એમ.એમ.વી.વાયના ફોર્મ ભરવા અને કોઇ માતા કે બાળ મરણ ન થાય તે માટે માર્ગદર્શન આપેલ હતું. તંદુરસ્ત રાષ્ટ્ર માટે તંદુરસ્ત માતા અને બાળક માટે શુભકામના પાઠવી હતી.
આપ શુભ પ્રસંગે હાજર રહી.તમામ સગર્ભા ને પોષણયુક્ત આહાર માટે કીટ વિતરણ કરવામાં આવેલ.નારી અને બાળકની તંદુસ્તી સારી રહે તે નરેન્દ્રભાઈ મોદી સાહેબના 75 માં જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયા અંતર્ગત આ સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો હતો એમાં આ કાર્યક્રમમાં ઉપાસ્થિત ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના આમંત્રિત કારોબારી મેમ્બર મુકેશભાઈ દરજી પાંચડા, અખિલ ભારતીય ક્ષત્રિય મહાસભા ઉત્તર ગુજરાત સંયોજક અને વડગામ તાલુકા ભાજપ મંત્રી  ભોપાલસિંહજી ડાભી અંધારિયા, વડગામ તાલુકા ભાજપ એસ. સી. મોરચા મંત્રી  પ્રદીપભાઈ સોલંકી સીસરાણા, પાંચડા સરપંચ  સીતાબેન મુકેશજી ઠાકોર વગેરે અગ્રણીઓ દ્વારા પ્રા.આ. કેન્દ્ર પાંચડાના તમામ સ્ટાફ દ્વારા આ કરેલ કામગીરીને બિરદાવેલ.
ડો. આશિષ રાઠોડ મેડિકલ ઓફિસર પાંચડા, ડો. નરેશ મકવાણા આયુષ મેડિકલ ઓફિસર પાંચડા, શ્રી લક્ષ્મણભાઈ તાલુકા સુપરવાઇઝર શ્રી વડગામ મધુબેન રાવલ ફીહેસુ, એફ.એ.સી.એચ.ઓ, મપહેવ,ફીહેવ,ફાર્મા,લેબ.ટેક ,શા, આશા ફેસીલીટર એ કાર્યક્રમને સફળ બનાવવા સહયોગ આપેલ હતો. કાર્યક્રમનું સંચાલન શ્રી દિનેશસિંહ જે. પરમાર મ.પ.હે.સુ.પાંચડાએ  કરેલ હતું.

અહેવાલ : ભીખાલાલ પ્રજાપતિ


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading