ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા નક્કી

 ગુજરાત ભાજપના નવા પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્મા નક્કી

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ માટેની ઉમેદવારીમાં માત્ર જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભર્યું. આગામીકાલે તેમની વિધિવત તાજપોશી થશે. OBC નેતા તરીકે નિકોલ MLA અને મંત્રી વિશ્વકર્મા 2027 વિધાનસભા ચૂંટણી તરફ મહત્ત્વની પસંદગી.

ગુજરાત ભાજપના નવા અધ્યક્ષ તરીકે જગદીશ વિશ્વકર્માની તાજપોશી લગભગ નિશ્ચિત થઈ ગઈ છે. આજે સવારે 10 વાગ્યાથી બપોરે 2 વાગ્યા સુધી પ્રદેશ પ્રમુખ પદ માટે ઉમેદવારી ફોર્મ ભરવાની પ્રક્રિયા યોજાઈ હતી. ભાજપ સંગઠનના નિયમ મુજબ ઉમેદવારી માટેનો સમય બપોરે 2 વાગ્યે પૂર્ણ થયો હતો.

આ દરમ્યાન માત્ર જગદીશ વિશ્વકર્માએ જ પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. અન્ય કોઈપણ ઉમેદવારનું નામ આગળ ન આવતા સ્પષ્ટ થઈ ગયું છે કે વિશ્વકર્મા જ નવા પ્રદેશ પ્રમુખ બનશે.

ભાજપ સંગઠન તરફથી આવતીકાલે વિધિવત રીતે જગદીશ વિશ્વકર્માની તાજપોશી કરવામાં આવશે. ભાજપના સંગઠન જીવનમાં જગદીશ વિશ્વકર્મા લાંબા સમયથી સક્રિય રહ્યા છે અને પક્ષના વિવિધ પદો પર રહીને કાર્ય કર્યું છે. હવે તેઓ રાજ્ય સંગઠનની કમાન સંભાળશે.

રાજકીય વર્તુળોમાં આ વિકાસને મહત્ત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે, કારણ કે 2027ની ગુજરાત વિધાનસભા ચૂંટણીના પૂર્વ સંકેતો રૂપે આ નિયુક્તિને જોવામાં આવી રહી છે.

 


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading