શ્રી બનાસ કમલમ ખાતે આંબેડકર જયંતી નિમિતે પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું
અસમાનતા દૂર કરવાનું દેશમાં સૌથી મોટું યોગદાન હોય તો બાબા સાહેબ આંબેડકરનું છે – યજ્ઞેશભાઇ દવે
બાબા સાહેબના વિચારો જનજન સુધી પહોંચાડી સાચી શ્રદ્ધાંજલિ આપીએ : કીર્તિસિંહ વાઘેલા
ભાજપની સરકારે બાબા સાહેબને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા : માલતીબેન મહેશ્વરી
આજ રોજ ભારતીય જનતા પાર્ટી જિલ્લા અનુસૂચિત જાતી મોરચા દ્વારા આંબેડકર જયંતી નિમિતે શ્રી બનાસ કમલમ ચડોતર ખાતે બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાના અધ્યક્ષ સ્થાને અને મુખ્ય વક્તા પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશભાઇ દવે અને ગાંધીધામ ધારાસભ્ય શ્રીમતી માલતીબેન મહેશ્વરીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રબુદ્ધ નાગરિક સંમેલન યોજાયું. સંમેલનમાં પ્રદેશ ભાજપ મીડિયા કન્વીનર યજ્ઞેશભાઇ દવે એ કાર્યકરોને સંબોધન કરતા જણાવ્યું હતું કે ભારતની અંદર જો સૌથી મોટું યોગદાન હોય અસમાનતા દૂર કરવાનું તો બાબા સાહેબ આંબેડકરનું છે. આજે ભારતીય જનતા પાર્ટીના સમયમાં ઉચ્ચપદ પર એક દલિત વ્યક્તિ પણ બેસી શકે છે જે આ ભારતીય જનતા પાર્ટીમાં શક્ય બને છે. કેન્દ્ર સરકારે જાતી આધારિત વસ્તી ગણતરી કરવાનું નક્કી કર્યું છે. જેમાં દરેક જાતિના લોકોનો સમન્વય વિકાસ થાય તેવી માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની વિચારધારાથી દેશ ઝડપથી વિકાસના પંથે આગળ વધશે. અસમાનતા દૂર કરવામાં ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટી સફળ રહી એના જ કારણે અને જ્ઞાતિ જાતિ અને વસ્તી વચ્ચેની અસમાનતાઓ દૂર થઇ છે. વધુમાં વન નેશન વન ઈલેક્શન બિલ, વકફ એમેન્ડમેન્ટ બિલ, વન નેશન વન સબ્સ્ક્રિપશન જેવા મુદ્દાઓ ઉપર વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
સંમેલનના વક્તા ગાંધીધામ ધારાસભ્ય માલતીબેન મહેશ્વરીએ બાબા સાહેબ આંબેડકર દ્વારા બંધારણના નિર્માણમાં અનેક બાબતોનો ઉલ્લેખ કર્યો છે. જેમાં સરકાર દ્વારા તેમને સૂચવેલા સૂચનોને રાષ્ટ્ર હિતમાં સ્વીકાર્યા છે. ભાજપની સરકારે બાબા સાહેબને ભારત રત્ન એવોર્ડથી સન્માનિત કર્યા હતા. જયારે કોંગ્રેસના સેશનમાં વર્ષો સુધી બાબા સાહેબને વંચિત રાખ્યા હતા.
બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે દેશના વડાપ્રધાન મોદી સાહેબ બન્યા પછી ડો. બાબા સાહેબ આંબેડકરના વિચારો ગાંધીજીના વિચારો કે જે વિચારો ભારત માતાના તમામ સંતાનો સુખી અને સમૃદ્ધ થાય સૌનો સાથ સૌનો વિકાસના મંત્ર સાથે દેશમાં બદલાવ લાવી આગળ વધી રહ્યા છે. કોંગ્રેસના લોકોએ અપપ્રચાર કરી દેશમાં ભાજપની સરકાર આવશે તો બંધારણમાં ફેરફાર કરવામાં આવશે તેવી વાતો કરી લોકોને ગુમરાહ કરવાનું કામ કરી રહ્યા છે. બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી પ્રસંગે ભારતીય જનતા પાર્ટીએ નક્કી કર્યું છે કે આપણે જન્મ જયંતી મનાવીને સિમિત નહીં રહીએ ડો. બાબા સાહેબના જીવન વિશે એમના જીવન ચરિત્ર વિશેની માહિતી અનેક પરિવાર સુધી પહોચાડવા બાબા સાહેબ આંબેડકરનું વ્યક્તિત્વ એમના વિચારો જેમાં દેશનું ભલું થાય દેશની જનતાનું ભલું થાય જનતાને પહોંચાડીશું એવો નિર્ણય ભારતીય જનતા પાર્ટીની સરકાર કરવામાં આવ્યો છે. કાર્યકર્તા આગેવાનો દ્વારા ઘરે ઘરે જઈને પરિવારો સાથે બેસી ડોક્ટર બાબા સાહેબના વિચારો પ્રજા સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવશે. કાર્યક્રમનું સફળ સંચાલન ભાજપ જિલ્લા અનુસૂચિત જાતિ મોરચાના કન્વીનર અશ્વિનભાઈ સક્સેના અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply