સરસ્વતી કન્યા વિદ્યાલય ખાતે દિક્ષાંત સમારોહ યોજાયો.
શ્રી રાજપૂત કેળવણી સહાયક મંડળ પાલનપુર સંચાલિત
શ્રીમતી જે.એસ.ટી.રાણા સરસ્વતી કન્યા વિદ્યાલય તથા શ્રી
સરસ્વતી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વડગામ નો ધોરણ 10 અને 12 ના વિધાર્થીઓ નો દિક્ષાંત સમારોહ તથા તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભ શુક્રવારે સંસ્થા ના પ્રમુખ એમ.સી. હડિયોલ ની અધ્યક્ષતા માં તથા ઉપપ્રમુખ કાળુજી સોલંકી ની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. આ પ્રસંગે ડૉ.રતુજી રાણા (કોદરામ),ભીખુ સિંહ પરમાર, જામતાજી સોલંકી, એલ.એ. રાઠોડ, ભોજન દાતા
ભરત સિંહ વિહોલ મેગાળ, દિપકભાઈ શમૉ કોલેજ પ્રિન્સીપાલ સહિત મહાનુભાવો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં. આચાર્ય ઉર્વશી બા ચાવડા એ સ્વાગત પ્રવચન કર્યું હતું. આચાર્ય ઉદય સિંહ સોલંકી એ આભાર વિધિ કરી હતી. શાળા ના તમામ શિક્ષકોએ કાયૅક્રમ સફળ બનાવવા જેહમત ઉઠાવી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply