ગોધરામાં કૂતરાઓનો હુમલો: યુવાન બાઈકથી નીચે લોહીલુહાણ પડ્યો
યુવકને ગંભીર ઇજા થઈ અને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. યવકે રાજ્યના મુખ્યમંત્રી અને કલેક્ટરને ફરિયાદ કરી છે. કે કુતરા પકડવાનું અભિયાન ચલાવવામાં આવે.
પંચમહાલ જિલ્લાના ગોધરા શહેરમાં શનિવારની રાત્રે એક ઘટનાએ લોકોમાં ચિંતાનું વાતાવરણ સર્જી દીધું છે. અમારા પંચમહાલના પ્રતિનિધિના જણાવ્યા અનુસાર ગોધરા રેલ્વે સ્ટેશન નજીક અયુબ કલંદર નામના યુવક બાઈક પર પોતાના ઘરે જઈ રહ્યા હતા, ત્યારે અચાનક 5 થી 7 રખડતા કૂતરાઓએ હુમલો કરી તેમને બાઈક પરથી નીચે પાડી દિધા હતા.કૂતરાઓના હુમલામાં યુવક નામોઢા અને શરીરના અનેક ભાગોમાં બચકા ભરતા લોહી લુહાણ થઈ ગયા હતા. આ દુઃખદ ઘટના દરમિયાન આસપાસના રાહદારી દોડીને આવ્યા અને યુવકનો બચાવ કર્યો હતો. શરીર પર ઘા અને લોહી જોવા મળતા, યુવકને તાત્કાલિક નજીકની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો.
આ અંગે, અયુબ કલંદરે રાજ્યના મુખ્યમંત્રી અને પંચમહાલ કલેકટરને લેખિતમાં ફરિયાદ કરી છે અને ઉલ્લેખ કર્યો છે કે, વડોદરા અને અમદાવાદ શહેરની જેમ, ગોધરામાં પણ રખડતા કૂતરાઓને પકડી કાઢવાના અભિયાનની જરૂર છે.
આ દુઃખદ ઘટનાને કારણે, શહેરના રહેવાસીઓ અને સ્થાનિક તંત્ર પર કૂતરાઓના વધતા હુમલાઓને લઈને ગંભીર પ્રશ્નો ઊભા થયા છે.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply