સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક હરકતમાં આવી ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. આ ઘટનામાં માંડવીના તડકેશ્વરમાં આરોપીઓ હોવાની જાણ થતા પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ ભાગવાનો પ્રયત્ન કરતા તે સમયે પોલીસે ફાયરિંગ કર્યું હતું.
સુરત જિલ્લામાં મોટા બોરસરા ગામની સીમમાં સગીરા પર સામુહિક દુષ્કર્મની ઘટનાથી ચકચાર મચી ગઈ હતી. પોલીસને જાણ થતાં તાત્કાલિક હરકતમાં આવી ત્રણેય પરપ્રાંતીય આરોપીની ઓળખ કરી લેવામાં આવી છે. જે બાદ સુરત ક્રાઇમ બ્રાંચ પોલીસ આરોપીઓની શોધમાં હતી. આ ઘટનામાં માંડવીના તડકેશ્વરમાં આરોપીઓ હોવાની જાણ થતા પોલીસ તડકેશ્વર ગામે પહોંચી હતી. જ્યાં પોલીસને જોઈને ત્રણેય આરોપીઓ ભાગવાનો પ્રયત્ન કરતા તે સમયે પોલીસે ફાયરિંગ કર્યું હતું.
આ ત્રણ આરોપીઓ પૈકી બે નરાધમ એવા મુન્ના કરબલી પાસવાન અને શિવ શંકર ઉર્ફે દયાશંકર ચૌરસિયાને પોલીસે ઝડપી પાડ્યા હતા. જ્યારે રાજુ નામનો આરોપી ફરાર થઈ ગયો હતો. આજે બપોર બાદ ત્રણમાના એક આરોપી શિવ શંકર ચૌરસિયાની તબિયત લથડતા સુરત સિવિલમાં વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો હતો. જ્યાં તેનું મોત થયુ છે.
સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતે જણાવ્યું હતું કે, આખી રાત શેરડીના ખેતરમાં ૩૦૦ પોલીસકર્મીઓ સર્ચમાં લાગ્યા હતા. ઘટનાથી ૫૦૦ મીટર દૂર મળેલી બાઈક નંબર માટે સુરત ક્રાઈમ બ્રાંચની મદદ લેવાઇ હતી. તે વિસ્તાર કોર્ડન કરાયો હતો. એક આરોપી રાજુ ભાગવામાં સફળ રહ્યો હતો. મુન્ના અને શિવશંકરને પકડવા માટે ફાયરિંગ પણ કરાયું હતું.
આ તમામ ગુનાહિત ઇતિહાસ ધરાવનાર આરોપી છે. આ આરોપો પર હત્યા જેવા ગુનાઓ નોંધાઇ ચૂક્યા છે. આ ઘટના ગ્રામ્ય પોલીસે લીડ કરી હતી. આ આરોપીઓને પકડવા દરમિયાન પીઆઈ ગોસ્વામીએ ફાયરિંગ કર્યું હતું. જેમાં કોઈને ઇજા નહોતી થઈ.
આ ગેંગરેપ અંગે માહિતી આપતા સુરત રેન્જ આઈજી પ્રેમવીરસિંહે જણાવ્યું હતું કે, મોટા બોરસરા ગામ નજીક સગીર અને સગીરા રાત્રે ઊભા રહીને વાતચીત કરતા હતા. એ દરમિયાન બાઈક પર ત્રણ નરાધમો આવ્યા હતા. પહેલા તો એમણે આવીને અહીં કેમ ઊભા છો? એમ કહીને ધમકાવ્યા હતા અને બાદમાં માર મારવાનું શરૂ કર્યું હતું. બંનેના મોબાઈલ પણ નરાધમોએ લઈ લીધા હતા. તરૂણ અને તરૂણી બંનેના કપડાં ઉતરાવી તેમના ફોનમાં નગ્ન ફોટો પાડી લેવામાં આવ્યા હતા. આ ફોટો વાઇરલ કરવાની નરાધમોએ ધમકી આપી હતી અને તરૂણીને પોતાની સાથે શરીર સંબંધ બાંધવા દબાણ કર્યું હતું. જો કે, જે-તે સમયે તરૂણ અને તરૂણી બંને નરાધમોને વશ થયા નહોતા અને ત્યાંથી ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે સગીરા પડી જતા આરોપીઓએ તેને પકડી લીધી હતી અને શેરડીના ખેતરમાં લઈ જઈ દુષ્કર્મને અંજામ આપ્યો હતો.
આ ઘટના અંગે બાદમાં સગીરાના મિત્રએ બાજુમાં રહેલા માછીમારોને જાણ કરી હતી અને ગ્રામજનો દોડી આવ્યા હતા. સગીરાને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
Leave a Reply