પાલડી સબ પોસ્ટ ઓફિસમાં ₹10 હજારની લાંચ લેતા સબ પોસ્ટ માસ્ટર એસીબીના છટકામાં ઝડપાયા

પાલડી સબ પોસ્ટ ઓફિસમાં ₹10 હજારની લાંચ લેતા સબ પોસ્ટ માસ્ટર એસીબીના છટકામાં ઝડપાયા

અમદાવાદ : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલી સબ પોસ્ટ ઓફિસમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા સફળ ટ્રેપ ગોઠવી સબ પોસ્ટ માસ્ટરને ₹10,000ની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યા છે.

મળતી માહિતી મુજબ, આરોપી પલ્લવી કિરણકુમાર ઉપાધ્યાય (ઉંમર 59 વર્ષ), સબ પોસ્ટ માસ્ટર, એચ.એસ.જી.-2, દ્વારા ફરિયાદીના ઓર્ડર એન.ડી.સી. પાર્સલ કચેરી ખાતે ન કરવા માટે ₹30,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. બાદમાં રકઝક થતાં લાંચની રકમ ₹10,000 નક્કી કરવામાં આવી હતી.

ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે એસીબીનો સંપર્ક કર્યો હતો. જેના આધારે 19 સપ્ટેમ્બર 2026ના રોજ પાલડી સબ પોસ્ટ ઓફિસ ખાતે ટ્રેપનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન આરોપી પલ્લવી ઉપાધ્યાયે ફરિયાદી પાસેથી ₹10,000ની લાંચ સ્વીકારતાં એસીબીની ટીમે તેમને સ્થળ પરથી ઝડપી પાડ્યા હતા.

આ કાર્યવાહી દરમિયાન ₹10,000ની લાંચની રકમ રિકવર કરવામાં આવી છે અને આરોપી વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

ટ્રેપિંગ અધિકારી:
શ્રી એચ.જે. પટેલ, પોલીસ ઇન્સ્પેક્ટર, મહેસાણા એ.સી.બી. પોલીસ સ્ટેશન તથા ટીમ.

નોંધ: ઉપરોક્ત વિગતો એસીબી દ્વારા આપવામાં આવેલી માહિતીના આધારે રજૂ કરવામાં આવી છે.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading