વડગામ તાલુકા ના પાંચડા ખાતે વિકસિત ભારત 2047 ચિત્ર અને વક્તૃત્વ સ્પર્ધા કાર્યક્રમ યોજાયો…






બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના પાંચડા પગાર કેન્દ્ર શાળા ખાતે “સંકલ્પથી સિદ્ધિ તરફ વિકસિત ભારત 2047” સશક્ત યુવા, સમૃદ્ધ ભારત વિકસિત ભારત અંતર્ગત ચિત્ર સ્પર્ધા, વક્તૃત્વ સ્પર્ધામાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા અનેકવિધ વિષયો પર વક્તવ્ય આપવામાં આવ્યા અને આપણા દેશના લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના 25 વર્ષના લોકહિતના કાર્યોની જનકલ્યાણ યોજનાઓની માહિતી આપવામાં આવી હતી. આ કાર્યક્રમ ગુજરાત પ્રદેશ ભાજપા બક્ષીપંચ મોરચાના પ્રદેશ આમંત્રિત કારોબારી સદસ્ય શ્રી મુકેશભાઈ દરજીના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.
આ વિકસિત ભારત 2047 કાર્યક્રમમાં પ્રાર્થના કરવામાં આવી અને ભારત માતા કી જય, વંદે માતરમના જય ઘોષ કરી કાર્યક્રમની શરૂઆત કરી ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે બાળકોને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરી ઉજ્જવળ ભવિષ્યની શુભકામના પાઠવી હતી.
પાંચડા પગાર કેન્દ્ર શાળાના આચાર્યશ્રી ફલજીભાઈ ચૌધરી અને શાળા પરિવાર દ્વારા મહેમાનોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત ભારત સરકારના પશ્ચિમ રેલવે ઝેડ. આર. યુ. સી. સી. કમિટી સદસ્ય શ્રી બાલકૃષ્ણભાઈ જીરાલા, વડગામ તાલુકા ભાજપા બક્ષીપંચ મોરચા મહામંત્રી શ્રી કામરાજજી ઠાકોર, વડગામ તાલુકા ભાજપા અગ્રણી શ્રી રાજુજી ઠાકોર, શાળાના શિક્ષક શ્રી જીતાભાઈ ચૌધરી, ખુશ્બુબેન પ્રજાપતિ, નીતાબેન ચૌધરી, અને વિધાર્થીઓ ઉપસ્થિત રહી રહયા હતા.
સ્વાગત પ્રવચન શ્રી ધુળાજીભાઈ ઠાકોરે કર્યું અને કાર્યક્રમનું સફળ સંચાલન શાળા શિક્ષક અને બી.એલ.ઓ. શ્રી જીતેન્દ્રભાઈ જોષીએ કર્યું અને પ્રાસંગિક ઉદબોધન શ્રી બાલકૃષ્ણભાઈ જીરાલા અને કાર્યક્રમના ઇન્ચાર્જ શ્રી મુકેશભાઈ દરજીએ કરી વિધાર્થીઓને ઉજ્જવળ ભવિષ્યની શુભકામના અભિનંદન પાઠવી પ્રોત્સાહિત કર્યા હતા અને આભાર વિધિ શાળાના ઉત્સાહી આચાર્ય શ્રી ફલજીભાઈ ચૌધરી એ કરી હતી….
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
