📰 પવન એક્સપ્રેસ
વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 67મી વાર્ષિક સાધારણ સભા યોજાઈ
સંઘની પ્રગતિ, નાણાકીય હિસાબો અને નવા ગોડાઉનના નિર્માણ સહિતના મુદ્દાઓ પર ચર્ચા
તસવીર-અહેવાલ : પુષ્કર ગોસ્વામી, વડગામ

વડગામ તાલુકા સહકારી ખરીદ વેચાણ સંઘની 67મી વાર્ષિક સાધારણ સભા ચેરમેન કેશરભાઈ પી. ચૌધરીની અધ્યક્ષતામાં ગુરુવારે ઉત્સાહભેર યોજાઈ હતી. સભામાં સહકારી ક્ષેત્રના અગ્રણીઓ, સંઘના હોદ્દેદારો તથા મોટી સંખ્યામાં સભાસદો ઉપસ્થિત રહ્યા હતા.
સભામાં વાઇસ ચેરમેન યાસીનભાઈ જુણકીયા (હરદેવાસણા), APMC ચેરમેન પરથીભાઈ લોહ (પસવાદળ), બનાસ ડેરીના ડિરેક્ટર ફલજીભાઈ વી. પટેલ (વરસડા), પૂર્વ ચેરમેન કાળુભાઈ રાતડા (નાંદોત્રા), APMC વાઇસ ચેરમેન ભગવાનસિંહ જી. સોલંકી, પૂર્વ ચેરમેન સરદારભાઈ ધુળીયા (વણસોલ) સહિતના સહકારી અગ્રણીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
આ ઉપરાંત વિજયભાઈ ચૌધરી (નળાસર), રમેશભાઈ ચૌધરી (કરનાળા), ડિરેક્ટર રમેશભાઈ ચૌધરી (પરખડી), ડિરેક્ટર બબુબેન ચેલાભાઈ ડેકલીયા (વડગામ) અને પરેશભાઈ ગોળ (જલોત્રા) સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
સભાની શરૂઆતમાં સંઘના મેનેજર વિનોદભાઈ આર. ચૌધરીએ ગત સામાન્ય સભાનું પ્રોસિડિંગ વાંચી સંભળાવ્યું હતું, જેને સભાસદોએ બહાલી આપી હતી. ત્યારબાદ ચેરમેન કે.પી. ચૌધરીએ ગત વર્ષના નાણાકીય હિસાબો સભા સમક્ષ રજૂ કરી સંસ્થાની કામગીરી તથા ચોખ્ખા નફાની વહેંચણી અંગે વિસ્તૃત ચર્ચા કરી હતી.
સંઘની સંગ્રહ ક્ષમતા વધારવા તેમજ સભાસદોને વધુ સારી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે નવા ગોડાઉનના નિર્માણ કાર્ય અંગે પણ સભામાં વિગતવાર વિચારણા કરવામાં આવી હતી.
સમગ્ર સભાનું સંચાલન સંઘના મેનેજર વિનોદભાઈ આર. ચૌધરી તથા APMC સેક્રેટરી માંઘજીભાઈ જી. ધુળીયા દ્વારા કરવામાં આવ્યું હતું.
સભાના અંતે પૂર્વ ચેરમેન કાળુભાઈ રાતડા અને APMC ચેરમેન પરથીભાઈ લોહ સહિતના મહાનુભાવોએ પ્રાસંગિક પ્રવચન કરી સંઘની કામગીરી અને પ્રગતિને બિરદાવી હતી. સાથે જ સંઘને વધુ મજબૂત બનાવવા માટે પોતાના રચનાત્મક વિચારો રજૂ કર્યા હતા.
પવન એક્સપ્રેસ — તંત્રી શ્રી પ્રવીણભાઈ પ્રજાપતિ (પવન)
મો. 9998579515
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
