

બાલારામ મહાદેવ મંદિરે 1000 દિવડાની રોશનીથી ઝળહળી ઊઠ્યું, તાલુકા સભ્ય બ્રિજલ પટેલના આયોજનમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસની ભવ્ય ઉજવણી.
અહેવાલ – દેવ પ્રજાપતિ
બાલારામ, તા. 17: દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે બાલારામ મહાદેવ મંદિર ખાતે તાલુકા સભ્ય શ્રી બ્રિજલ પટેલ દ્વારા 1000 દિવડાની શણગાર સાથે ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. દિવડાની રોશનીથી મંદિર પરિસર ઝળહળી ઊઠ્યું હતું અને સમગ્ર વાતાવરણમાં ઉત્સવ તથા ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો.
આ પ્રસંગે ડૉ. બ્રિજલ પટેલ, ડૉ. કૃણાલ પટેલ તથા તેમના પરિવારજનો, અક્ષતમ ફિઝિયોથેરાપી કોલેજના વિદ્યાર્થીઓ તેમજ મંદિર સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. સૌએ ઉત્સાહપૂર્વક કાર્યક્રમમાં ભાગ લઈ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
1000 દિવડાની રોશની સાથે યોજાયેલી આ ઉજવણીમાં વડાપ્રધાનશ્રીના દીર્ઘાયુ, સારા સ્વાસ્થ્ય અને દેશની પ્રગતિ માટે શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી હતી. તાલુકા સભ્ય શ્રી બ્રિજલ પટેલના આયોજનથી યોજાયેલ આ કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ એકતા, સેવા અને રાષ્ટ્રપ્રગતિની ભાવના સાથે જન્મદિવસની ઉજવણી કરી હતી.
બાલારામ મહાદેવ મંદિર ખાતે યોજાયેલી આ દિવડાની ઉજવણી સૌ માટે આકર્ષણનું કેન્દ્ર બની હતી.
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
