લાયન્સ ક્લબ ઓફ પાલનપુર દ્વારા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ૭૬મા જન્મદિવસ નિમિત્તે ભવ્ય નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો
પાલનપુર, તા. ૧૭-૦૯-૨૦૨૬






લાયન્સ ક્લબ ઓફ પાલનપુર દ્વારા સેવાકીય પ્રવૃત્તિના ભાગરૂપે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના ૭૬મા જન્મદિવસની ઉજવણી નિમિત્તે આજરોજ હિન્દુ વડીલ વિશ્રાંતિ ગૃહ, પાલનપુર ખાતે સવારે ૮:૦૦ થી ૧૨:૦૦ કલાક દરમિયાન નિઃશુલ્ક હેલ્થ ચેકઅપ કેમ્પનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
સંપૂર્ણ આયોજન અને માર્ગદર્શન:
આ સંપૂર્ણ કાર્યક્રમનું સુંદર આયોજન અને માર્ગદર્શન લાયન્સ ડિસ્ટ્રિક્ટ 3232B1 ના DC Health & Diabetes એવા લા. ડો. સુરેન્દ્રભાઈ ગુપ્તા સાહેબ દ્વારા કરવામાં આવ્યું હતું. તેમની ટીમ દ્વારા વડીલોની ઝીણવટભરી તપાસ કરવામાં આવી હતી.
કેમ્પમાં કરવામાં આવેલ તપાસ:
આ કેમ્પમાં ખાસ કરીને વડીલો માટે જરૂરી એવા બ્લડ પ્રેશર, ડાયાબિટીસ (સુગર), લિપિડ પ્રોફાઇલ, તથા સામાન્ય શારીરિક તપાસણી કરવામાં આવી હતી. દરેક લાભાર્થીને રિપોર્ટના આધારે ડોક્ટર દ્વારા યોગ્ય આહાર, દિનચર્યા અને દવા અંગે નિઃશુલ્ક માર્ગદર્શન પણ આપવામાં આવ્યું હતું. આ કેમ્પનો મોટી સંખ્યામાં વડીલોએ લાભ લીધો હતો.
આ પ્રસંગે લાયન્સ ક્લબ ઓફ પાલનપુરના પ્રમુખ લા. નરેન્દ્રભાઈ ખોલવાડીયા, ખજાનચી લા. ચિરાયુભાઈ ગાંધી, સિનિયર લાયન લા. વાસુદેવભાઈ મોદી સહિતના સભ્યો ઉપસ્થિત રહી સેવા આપી હતી. વડીલ વિશ્રાંતિ ગૃહના સંચાલકો અને સ્ટાફે પણ સહયોગ આપ્યો હતો.
અંતે હિન્દુ વડીલ વિશ્રાંતિ ગૃહના વડીલોએ લાયન્સ ક્લબ ઓફ પાલનપુર અને ડો. સુરેન્દ્રભાઈ ગુપ્તા સાહેબનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો અને આવા સેવાકીય કાર્યો બદલ ક્લબની કામગીરીને બિરદાવી હતી.
લાયન સદા સહાયતે | WE SERVE | Together… We Can Do More…
આયોજક: લાયન્સ ક્લબ ઓફ પાલનપુર – 59 Years of Lions in Palanpur (Dist. 3232B1)
Discover more from Pavan Express News
Subscribe to get the latest posts sent to your email.
