માવજત હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે નિમિત્તે નર્સિંગ સ્ટાફના સન્માન અને ઉત્સાહવર્ધન માટે વિશેષ ઉજવણી કાર્યક્રમ યોજાયો

માવજત હોસ્પિટલ ખાતે આંતરરાષ્ટ્રીય નર્સિંગ ડે નિમિત્તે નર્સિંગ સ્ટાફના સન્માન અને ઉત્સાહવર્ધન માટે વિશેષ ઉજવણી કાર્યક્રમ યોજાયો હતો. કાર્યક્રમ દરમિયાન હોસ્પિટલ મેનેજમેન્ટ અને ડૉક્ટર ટીમ દ્વારા નર્સિંગ સ્ટાફના આરોગ્ય સેવા ક્ષેત્રે આપેલા અમૂલ્ય યોગદાનની પ્રશંસા કરવામાં આવી હતી.


કાર્યક્રમમાં નર્સિસ માટે કેક કટિંગ, સન્માન સમારોહ અને પ્રેરણાત્મક સંદેશ આપવામાં આવ્યા હતા. હોસ્પિટલના ડૉક્ટરો દ્વારા જણાવાયું કે દર્દીઓની સેવા, સંભાળ અને સારવારમાં નર્સિસની ભૂમિકા અત્યંત મહત્વપૂર્ણ છે અને તેઓ હોસ્પિટલની આરોગ્ય સેવાનો મજબૂત આધારસ્તંભ છે.
આ પ્રસંગે તમામ નર્સિસને શુભેચ્છાઓ પાઠવી તેમની નિષ્ઠા, કર્તવ્યપરાયણતા અને માનવસેવાની ભાવનાને બિરદાવવામાં આવી હતી. કાર્યક્રમ આનંદમય વાતાવરણમાં પૂર્ણ થયો હતો.


Discover more from Pavan Express News

Subscribe to get the latest posts sent to your email.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!

Discover more from Pavan Express News

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading